મોટા પક્ષોમાં સારા કાર્યકર્તાઓની અછત, અભિનેતાઓનો સહારો…..

ભા.જ.પા દુનિયાની સૌથી મોટો રાજકીય પક્ષ છે. લગભગ ૧૦ કરોડથી વધુ તેની પાસે કાર્યકર્તાઓની ફોજ છે. ૧૭મી લોકસભા ચૂંટણીમાં ફરી એક વાર સત્તા મેળવવાને માટે ભા.જ.પા મેદાનમાં છે. પક્ષના રાષ્ટÙીય અધ્યક્ષ પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ટિકિટોની વહેંચણીને લઈને જાવામાં આવે તો યુપીમાં ભા.જ.પાએ ઓછામા ઓછા અભિનેતાઓને આ વખતે ટિકિટો આપી છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ ની સામે નીરુહુઆ ને ટિકિટ આપી તો ગોરખપુર સીટ માટે ભોજપુરી ફિલ્મોના કલાકાર રવિ કિશન ને ટિકિટ મળી. યુપીમાંજ ભાજપાએ મથુરાથી ફરી એક વાર અભિનેત્રી હેમામાલીનીને મેદાનમા ઉતાર્યા તો સમાજવાદી પાર્ટીમાથી આવેલ અન્ય ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા અને પક્ષમાં લેતાજ રામપુરથી ટિકિટ પણ પકડાવી દીધી. યુપીમાં ભાજપની યાદીમાં કમ સે કમ ચાર ફિલ્મ કલાકારને ટિકિટ મળી છે. યા તો આપવી પડી છે. બીજા રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં ગઈ વખતે કલાકાર પરેશ રાવલ ને ટિકિટ આપી હતી. આ વખતે તેમણે કહી દીધું કે બસ હવે નહીં, હવે વધુ નહીં. બાબુ ભૈયાને ફરીથી લડવાનું પસંદ કેમ ના કર્યુ એ તો તેઓ જ જાણે. પરંતુ સૌથી મોટા પક્ષના કાર્યકર્તાનિ બદલે અભિનેતા પર જીતનો વધુ વિશ્વાસ શા માટે આવે છે એ એક ચિંતાનો વિષય હોઈ શકે છે.
જા યુપીની વાત કરીએ તો ભાજપની સાથે લાખો કાર્યકર્તાઓ જાડાયેલા છે. કેટલાય તો વર્ષોથી પાર્ટીની સાથે છે. ભાજપમાં રહીને કેટલાયે કાર્યકર્તા સમાજસેવાના કામ પણ કરે છે, અને કરી રહ્યા છે. કેટલાય કાર્યકર્તા ટિકિટ ને આશામાં પણ પક્ષના કામે દોડાદોડી કરે છે. પરંતુ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે જેવી રીતે કમાન્ડો ને એક તરફ ઊભા રહેવાનું કહેવાય છે એ જ રીતે પક્ષના માટે કામ કરવાવાળા કાર્યકર્તાઓને પણ કહી દેવાય છે કે એક બાજુ ઊભા રહો નીરુહુઆ આ રહે હૈ… રવિ કિશન આ રહે હે… જયાપ્રદા આ રહી હૈ… હેમાજીકો ફિર સે જીતાના હૈ….! જેમણે ક્્યારેય પક્ષનો ઝંડો નથી ઉઠાવ્યો તેને ફટાફટ પક્ષમાં એન્ટ્રી મળી જાય છે, અને સટાસટ ટિકિટ પણ મળી જાય છે….! આવું શા માટે…? આટલી મોટા પક્ષની પાસે ચૂંટણી જીતી શકે એવા કાર્યકર્તાઓની અછત કે દુકાળ છે કે શું….? અભિનેતાઓને શા માટે પસંદ કરવામા આવે છે…? પક્ષમાં કેટલાય કાર્યકર્તાઓ જમીનથી જાડાયેલા છે. સમાજની સેવા કરે છે. અને પાર્ટી ને આગળ લઈ જાય છે તેમને ટીકીટ શા માટે નથી મળતી…?
દુનિયાના સૌથી મોટા પક્ષને એક કે બે સીટ ને માટે અભિનેતાઓ પર આધાર રાખવો પડે એ શુ આશ્ચર્ય જનક નથી લાગતું….? શું મથુરામાં ભાજપની પાસે એક પણ એવા નિષ્ઠાવાન કાર્યકર્તા તો નથી કે જે ટિકિટને લાયક હોય….? શું એકજ સીટ પર દશ દશ વર્ષ સુધી એક જ ઉમેદવાર . જેમકે હેમામાલીનીજ રાજ કરશે…..? મથુરા કે રામપુર કે ગોરખપુર લોકસભા ચૂંટણી ક્ષેત્રમાં ભાજપાને માટે જે દિવસ-રાત કામ કરે છે, પરસેવો પાડેછે, નેતાઓને માટે નમ્રતાપૂર્વક ટેબલ ખુરશી લગાવે છે. તેમને ટિકિટ શા માટે નહીં….? રવીકિશન ગઈ વખતે કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને હારી ગયા. પાંચ વર્ષ પછી ભાજપામાં આવ્યા અને ફટાકથી ટિકિટ લઈ ગયા. ટીકીટ કોને આપવી એ પક્ષનો આતરિક મામલો હોઈ શકે છે. પરંતુ જે બધાને નજરમાં આવી રÌšં છે તે એ છે કે સૌથી મોટા પક્ષમાં કાર્યકર્તાઓની અછત છે. જે અભિનેતાના પાલવ પકડીને પક્ષ કહે છે મહેરબાની કરી અમારે ત્યાં આવો. ટિકિટ મેળવો. અમારા કાર્યકર્તા તો બુથને માટે જ છે…. ભારત માતાકી જય……(જી.એન.એસ)