મોજુ નડતા બોટનો નીચેનો ભાગ તૂટી જતાં આઠ ખલાસીઓ દરિયામાં કૂદ્યા હતા પોરદરબંદઃ કોસ્ટગાર્ડે આઠ ખલાસીને રેસ્ક્યુ કરી બચાવ્યા

ોરબંદર-માગરોળ વચ્ચે મધદરિયામાં દીવની પ્રભુસાગર નામની બોટને મોટુ મોજુ નડતા બોટનો નીચેનો ભાગ તૂટી જતા ૮ ખલાસીઓ દરિયામાં કુદ્યા હતા. વાયરલેસ દ્વારા પોરબંદર કોસ્ટગાર્ડને જાણ કરતા સી ૪૪૫ શીપ મધદરિયે પહોંચી રેસ્ક્્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવી લીધા હતા.
ખલાસી પૈકી એક ખલાસીને તરતા પણ આવડતું નહોતું. પરંતુ કોસ્ટગાર્ડે તેને પણ બચાવી લીધો હતો. ખલાસીઓના આધારકાર્ડ સહિતના ડોક્્યુમેન્ટને બચાવી શક્્યા નહોતા અને દરિયામાં જ જળસમાધિ લીધી હતી.