‘મેલફિશન્ટ’ની સિક્વલનું ટ્રેલર રિલીઝ

હોલિવૂડની માતબર અભિનેત્રી ફિલ્મ સર્જક એન્જેલિના જાલીની ૨૦૧૪ની હિટ ફિલ્મ મેલફિશન્ટની સિક્વલનું ટ્રેલર રજૂ થયું હતું.
આ ફિલ્મમાં જાલી પોતે પણ ફરી એકવાર શીંગડા ધારી દુષ્ટ પાત્રને રિપિટ કરશે એવું એક રિપોર્ટમાં જણાવાયું હતું. આ સિક્વલની સ્ટોરીલાઇન એવી છે કે પ્રિન્સેસ ઓરોરાના રાજ્યમાં એકંદરે શાંતિ છે. એ રાણી બનવાની તૈયારીમાં છે, પરંતુ એના મેલફિશન્ટ સાથેના સંબંધો પહેલાંની જેમ જ મુશ્કેલીથી ભરેલા છે.
રાણીના પાત્રમાં અભિનેત્રી મિશેલી પીફાઇફર ચમકશે. મેલફિશન્ટ તરીકે ફરી એકવાર એન્જેલિના જાલી પોતે ચમકશે. ૨૦૧૪ની ઓરિજિનલ ફિલ્મમાં એવી કથા હતી કે ઓરોરા મેલફિશન્ટના શાપનો ભોગ બને છે અને ગાઢ નીંદરમાં સરકી પડે છે. જ્યાં સુધી એને સાચો પ્રેમ કરનાર કોઇ યુવક કીસ ન કરે ત્યાં સુધી એ આવી ગાઢ નીંદરમાંથી જાગી નહીં શકે એેવો મેલફિશન્ટનો શાપ હતો.