‘મેન્ટલ હૈ ક્્યા’ની રિલીઝ ડેટ બદલાઈ, હવે ૨૬ જુલાઈએ રજુ થશે

રાજકુમાર રાવ અને કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્્યા’ની રિલીઝ ડેટમાં ત્રીજી વખત ફેરફાર થયો છે. નવી રિલીઝ ડેટ ૨૬ જુલાઈ, ૨૦૧૯ છે. અગાઉ આ ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થવાની હતી ત્યારબાદ ફિલ્મના એક પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ ૨૧ જૂન જાહેર કરાઈ હતી.
ફિલ્મ પ્રોડ્યૂસર એકતા કપૂરે ટ્‌વટર પર આ વિશે જાણકારી આપતાં લખ્યું કે, મારી ફિલ્મ મારો નિર્ણય. માટે મારા રસ્તે અડચણ ઉભી કરનારાઓ પ્લીઝ, હું જાત મહેનતથી અહીંયા આવી છું. એકતાએ મૂકેલી ટ્‌વીટ મુજબ, ફિલ્મ ૨૬ જુલાઈએ બીજી ફિલ્મો સાથે ક્લેશ થઇ રહી છે એની માહિતી ઘણાએ આપી હતી. પરંતુ રિલીઝ ડેટમાં ફેરફાર કરવાનો નિર્ણય ટ્રેડ એનાલિસ્ટ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને ટોપની રિસર્ચ ટીમની સલાહ બાદ લેવાયો છે. બોક્સ ઓફિસ પરના બિઝનેસને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવાયો છે.