મેટ્રો પ્રોજેક્ટ સામે શાહપુરના વેપારીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી

અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. શાહપુરના વેપારીઓએ ધંધા-રોજગારને અસર પડી રહી હોવા મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી અને  કે, મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના કારણે રસ્તો બંધ થયો છે. જેના કારણે ધંધા-રોજગારને અસર પડી છે.
જાહેર હેતુના પ્રોજેક્ટથી પ્રજાને હાલાકી પડી રહી છે. ત્યારે અરજદારે ધંધા-રોજગારના નુકસાન બદલ વળતરની માગ કરવામાં આવી છે. જેને લઇ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને મેગા કંપનીને નોટિસ ઇશ્યૂ કરી અને જૂન મહિના સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.