મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અભિશાપ બન્યો… બે હજારથી વધુ ઝાડનું નિકંદન નીકળી ગયું…!!

  • રાજ્યમાં એકબાજુ રાજ્ય સરકાર પર્યાવરણને બચાવવાની વાતો કરી રહી છે. રાજ્યમાં વધી રહેલા પ્રદુષણ સામે પગલાં ભરવાની મોટી મોટી વાતો પણ થઇ રહી છે…

અમદાવાદ,

રાજ્યમાં એક બાજુ એર પોલ્યુશનને ઘટાડવાની ચર્ચાઓ થઇ રહી છે. પરંતુ વિકાસના નામ પર વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં ૧૫૪૫ જેટલા ઝાડ કાપ્યાનો એકરાર મેટ્રો પ્રોજેક્ટ કરી રહ્યું છે. અરજદારે કહ્યું કે બે હજારથી વધુ ઝાડનું નિકંદન કર્યું છે.

રાજ્યમાં એકબાજુ રાજ્ય સરકાર પર્યાવરણને બચાવવાની વાતો કરી રહી છે. રાજ્યમાં વધી રહેલા પ્રદુષણ સામે પગલાં ભરવાની મોટી મોટી વાતો પણ થઇ રહી છે. જળ પ્રદુષણ અને હવા પ્રદુષણ રોકવાની વાત ખુદ મુખ્યમંત્રી કરી રહ્યા છે અને પર્યાવરણ વીકની ઉજવણી થઇ રહી છે. જેને રોકવા માટે રાજ્ય સરકાર દસ લાખ નવા વૃક્ષો આ વર્ષે ઉગાડવાની વાતો કરે છે.

આ વૃક્ષની વાતો કરતી સરકારે મેટ્રો પ્રોજેક્ટમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. આ માહિતી એક સામાજિક કાર્યકરે કરેલી આરટીઆઈમાં ખુલાસો થયો છે. પિયુષ રાઠોડ નામના વ્યક્તિએ કરેલ આ આરટીઆઈમાં ૧૫૪૫ ઝાડ કાપ્યાનો એકરાર મેટ્રો પ્રોજેક્ટ ઓફિસે લેખિતમાં કર્યો છે. પરંતુ આ આંકડો ખોટા હોવાનો આક્ષેપ પણ પિયુષ કરી રહ્યા છે. મેટ્રો પ્રોજેક્ટમાં અંદાજે આનાથી પણ વધુ ઝાડ કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.