મુકેશ અંબાણીનું કોંગ્રેસના ઉમેદવારને સમર્થન, દીકરો અનંત BJPની રેલીમાં દેખાયો

economictimes.indiatimes.com

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી થોડાં દિવસ પહેલા દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવડાના સમર્થનમાં ખુલીને સામે આવ્યા હતા. હવે શુક્રવારે તેમનો દીકરો અનંત અંબાણી મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં દેખાયો હતો. PM મોદીના ભાષણને સાંભળવા માટે ભેગા થયેલા લોકોમાં અનંત પણ દેખાયો હતો.

મુંબઈના બાંન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં PM મોદીની રેલીમાં શ્રોતાઓની સૌથી આગળવાળી લાઈનમાં બેઠેલા અનંત અંબાણીએ એક મરાઠી ચેનલ સાથે વાતચીત પણ કરી હતી. તેણે કહ્યું હતું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા અને દેશનું દેશનું સમર્થન કરવા આવ્યો છે. આ અગાઉ હાલમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કર્યું હતું. દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર 29 એપ્રિલે ચોથા ચરણમાં વોટ નાખવામાં આવશે. ત્યારબાદ 23 મેના રોજ વોટોની ગણતરી કરવામાં આવશે અને ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

મુકેશ અંબાણીનું કોંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવડાને સમર્થન એવા સમયમાં સામે આવ્યું, જ્યાર દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિના ભાઈ અનિલ અંબાણી પર રાફેલ સોદાને લઈને કોંગ્રેસ સતત નિશાનો સાધી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની ચૂંટણી રેલીઓમાં ખુલીને અનિલ અંબાણી પર આરોપ લગાવે છે. પૂર્વ કેન્દ્રીય મંત્ર દેવડાએ પોતાના ટ્વિટર પેજ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં મુકેશ અંબાણી તેમના વખાણ કરતા દેખાઈ રહ્યા છે.

આ વીડિયોમાં મુકેશ અંબાણીએ કહ્યું છે, મિલિંદ દેવડા સાઉથ મુંબઈ માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે. મિલિંદને બોમ્બે સંસદીય સીટના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સમીકરણો અંગે સારી સમજ છે.