‘મુંબઈ સાગા’ નું શૂટિંગ જુલાઈથી શરૂ થશે, આવતા વર્ષે રિલીઝ થશે…

  • જ્હોન અબ્રાહમ તથા ઈમરાન હાશ્મી પહેલી જ વાર ડિરેક્ટર સંજય ગુપ્તાની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે

મુંબઈ,
જ્હોન અબ્રાહમ તથા ઈમરાન હાશ્મી પહેલી જ વાર ડિરેક્ટર સંજય ગુપ્તાની ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ ગેંગસ્ટર પર આધારિત છે. આ ફિલ્મનું નામ ’મુંબઈ સાગા’ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે અને ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

ફિલ્મમાં જ્હોન અબ્રહામ તથા ઈમરાન હાશ્મી બંને ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૧૯૮૦-૯૦ના દાયકા પર આધારિત છે. ઈમરાન હાશ્મીએ નવ વર્ષ પહેલાં ’વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’માં શોએબ ખાન ડોનનો રોલ પ્લે કર્યો હતો. જ્હોન છ વર્ષ પહેલાં ’શૂટ આઉટ એટ વડાલા’માં માન્યા સુર્વે બન્યો હતો.

’મુંબઈ સાગા’માં જ્હોન-ઈમરાન સિવાય જેકી શ્રોફ, સુનિલ શેટ્ટી, પ્રતિક બબ્બર, રોહિત રોય તથા અમોલ ગુપ્તે મહત્ત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મને સંજય ગુપ્તા તથા ભૂષણ કુમાર સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ડિરેક્ટર સંજય ગુપ્તાને આ વર્ષે બોલિવૂડમાં ૨૫ વર્ષ પૂરા થયા છે. ૧૯૯૪માં ’આતિશ’ ફિલ્મ ડિરેક્ટ કરીને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.