‘મુંબઈ સાગા’માં કાજલ અગ્રવાલ જ્હોનની પ્રેમિકા બનશે…

મલ્ટિસ્ટારર ગેંગસ્ટર ફિલ્મ ‘મુંબઈ સાગા’માં એક્ટ્રેસની એન્ટ્રી થઇ ગઈ છે. ફિલ્મમાં કાજલ અગ્રવાલ જ્હોન અબ્રાહમની ઓપોઝિટ કાસ્ટ થઇ છે. ફિલ્મમાં કાજલ જ્હોનની લવરના રોલમાં છે. ફિલ્મના ડિરેક્ટરે કહ્યું કે, મોટેભાગે ગેંગસ્ટર ફિલ્મના ફિમેલ કેરેકટર્સ સ્ટ્રોંગ હોય છે. મેકર્સ કોઈ એવી એક્ટ્ર્રેસને લેવા ઇચ્છતા હતા જે ૧૭ વર્ષની કોલેજ ગર્લનો રોલ પ્લે કરી શકે ત્યારબાદ એક યુવાન પત્ની અને અને ત્રીસીની મહિલાનો પણ રોલ પ્લે કરી શકે. આ રોલ માટે તેમને કાજલ અગ્રવાલ પરફેક્ટ લાગી.

કાજલની સાથે સમીર સોનીની પણ ફિલ્મની સ્ટારકાસ્ટમાં એન્ટ્રી થઇ છે. તે છેલ્લે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’ ફિલ્મમાં દેખાયો હતો. તે તેના ગેંગસ્ટરના ડાર્ક રોલ માટે એક્સાઈટેડ છે. તે ગેંગસ્ટર ફિલ્મો જોઈ રહ્યો છે જેથી તેને ખબર પડે કે તેઓ કઈ રીતે બોલે છે, તેમની બોડી લેન્ગવેજ કેવી હોય છે, તેઓ કઈ રીતે ક્પડાં પહેરે છે વગેરે. તેને કહ્યું કે, તે સારા વ્યક્તિનો રોલ નિભાવીને થાકી ગયો છે. આ ડાર્ક શેડના કેરેક્ટર સાથે તે વધુ એક્સપ્લોર કરવા માગે છે.