મુંબઈના દાદરમાં બિલ્ડંગમાં લાગી આગ, ૧૫ વર્ષની કિશોરીનું મોત

મુંબઈના દાદરમાં બિÂલ્ડંગમાં એક આગની ઘટના સામે આવી હતી. આ આગ એટલી ઝડપે ફેલાઈ હતી કે તેમાં ફસાયેલી એક બાળકીનું મોત થઈ ગયુ હતું. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બાળકીના મૃતદેહનો કબજા મેળવી અને તેને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દીધો હતો.
પ્રાપ્ત અહેવાલો મુજબ, મુંબઈના દાદર વેસ્ટમાં પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડને અડીને આવેલી એક બિલ્ડીંગમાં રવિવારે બપોરે અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જાકે, પ્રારંભિક તપાસમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળે છે.
આગ લાગ્યા બાદ કેટલાક લોકો ત્યાં જ ફસાયેલા રહી ગયા હતા. આગ લાગવાની માહિતી મળતાની સાથે ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ મળી અને ફસાયેલા લોકોને આગમાંથી બહાર કાઢ્યા હતા.
દરમિયાન એક બાળકી આગની ઝપેટમાંમાં આવી ગઈ હતી અને તેની ઘટનાસ્થળે જ મોત થઈ ગઈ હતી. પોલીસે બાળકીને તાત્કાલિક નજીકની હોÂસ્પટલમાં ભરતી કરાવી હતી પરંતુ ડાક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હાલમાં ફાયર ફાયટરો ઘટના સ્થળે છે અને આગળને ઓલવવાનું કામ પુરજાશમાં ચાલી રÌšં છે.