મુંબઇ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકીની પાકિસ્તાનમાં ધરપકડ

મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત-ઉદ-દાવાના સર્વેસર્વા હાફિઝ સઈદના સાળાની સરકાર તેમજ પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ અને ટીકા કરવા બદલ પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે.
જમાત ઉદ દાવાના રાજકીય અને આંતરરાષ્ટય બાબતોના પ્રમુખ તેમજ ફલાહ-એ-ઈન્સાનિયત નામની ધર્માદા સંસ્થાના માલિક અબ્દુલ રહેમાન મક્કીની બુધવારે પાકિસ્તાનમાં ધરપકડ કરાઈ હોવાનું ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. પંજાબ પોલીસના મતે જાહેર કાયદાના ભંગ બદલ મક્કીની ધરપકડ કરવામાં આવી છે.
ફાઇનાન્શયલ એક્શન ટાસ્ક ફોર્સની માર્ગદર્શિકા હેઠળ પાકિસ્તાન સરકારે કડક પગલાં લેતા મક્કીએ સરકાર વિરોધી ઉશ્કેરણીજનક નિવેદનો કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
વૈશ્વિક આતંકવાદી ફંડિગ પર નજર રાખતી ઈટાલી સ્થત સંસ્થા એફએએફટીએ ફેબ્રુઆરીમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્દ, લશ્કર-એ-તોઈબા તેમજ જમાત ઉદ દાવાને મળતા ભંડોળ પર અંકુશ રાખવામાં પાક.ની નિષ્ફળતા બદલ તેનું ‘ગ્રે’ લિસ્ટંગ યથાવત્ રાખ્યું હતું.