મુંબઇમાં પેટ્રોલ રેકોર્ડબ્રેક સપાટીએ : ભાવ ૯૭ રુપિયાને પાર…

11

મુંબઇ : ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવ હાહાકાર મચાવી રહ્યા છે.સતત વધી રહેલી કિંમતોના કારણે ભારતમાં કેટલીક જગ્યાએ તો પેટ્રોલે સેન્ચુરી ફટકારી દીધી છે.મુંબઈમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટિર ૯૭ રુપિયાને વટાવી ગયો છે.
જોકે દુનિયાની કેટલાક દેશો એવા પણ છે જ્યાં પેટ્રોલ આપણે માની ના શકીએ તેટલુ સસ્તુ મળે છે. જેમાં સૌથી પહેલા ક્રમે દક્ષિણ અમેરિકાનો વેનેઝુએલા દેશ આવે છે.આ દેશ ક્રુડ ઓઈલનુ ઉત્પાદન પણ કરે છે અને અહીંયા દુનિયામાંસૌથી સસ્તુ પેટ્રોલ મળે છે.વેનેઝુએલામાં ભારતીય ચલણ પ્રમાણે એક લિટર પેટ્રોલનો ભાવ માત્ર દોઢ રુપિયા છે.
બીજા ક્રમે ઈરાન છે.ભારતને ક્રુડ ઓઈલ સપ્લાય કરતા આ દેશમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૪.૫૦ રુપિયા છે.અહીંયા મોટા પાયે ક્રુડ ઓઈલનુ ઉત્પાદન થાય છે.
અંગોલા નામના આફ્રિકન દેશમાં પેટ્રોલ મિનરલ વોટરની બોટલ કરતા પણ સસ્તુ છે.મિનરલ વોટરની બોટલ સામાન્ય રીતે ૨૦ રુપિયાની આવે છે અને અહીંયા પેટ્રોલનો ભાવ ૧૭.૮૨ રુપિયા છે.
સસ્તુ પેટ્રોલ આપવામાં ચોથા ક્રમે અલ્જિરિયા છે.આ પણ આફ્રિકન દેશ છે અને તે યુરોપની જળ સીમાથી નજીક છે.અહીંયા પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૨૫.૧૫ રુપિયા છે.
ક્રુડ ઓઈલના ઉત્પાદક દેશ કુવૈતમાં એક લિટર પેટ્રોલની કિંમત ૨૫.૨૫ રુપિયા છેઅહીંયા પણ મોટા પાયે ક્રુડ ઓઈલના ભંડાર છે.