માર્ચ મહિનામાં આકરી ગરમી પડશે : હવામાન વિભાગની આગાહી…

14

ગાંધીનગર : ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વિધિવત ઉનાળાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ગયા વર્ષે ઉનાળો એવો બેઠો કે લોકોએ લોકડાઉનમાં ફસાવું પડ્યુ. ત્યારે હવે ગુજરાતમાં ફરીથી ઉનાળો આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થતો હયો પરંતુ આજથી વિધિવત ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે.
રાજ્યમાં ઉનાળાની આજથી શરૂઆત થઇ છે તેવી હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે આકરા ઉનાળા માટે તૈયાર થઇ જાવ કેમ કે માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીની આગાહી હવામને આપી છે. આ વર્ષે શરૂઆતથી જ કાળઝાળ ગરમીની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયા સહીત ગરમીનો અહેસાસ થશે ત્યારે ૧૪થી ૧૫ માર્ચ બાદ તાપમાન વધારો થવાની શક્યતા આપી છે.