મારા નિધન બાદ એકલા અભિષેકને જ પ્રોપર્ટી નહીં આપું : બીગ બી

બોલિવૂડનાં મહાનાયક અભિતાભ બચ્ચન ફિલ્મોમાં એક્ટિંગ સિવાય પોતાની સાદગી અને શોહરત માટે પણ ચર્ચામાં રહેતા હોય છે. અમિતાભ કરોડોની પ્રોપર્ટીનાં માલિક છે. આ પ્રોપર્ટીનું એ શું કરશે એનો ખુલાસો હાલમાં જ બીગ બીએ કર્યો છે.
બીગ બીએ એક કન્ટેસ્ટન્ટ સિંધુતાઈ સાથે વાત કરતી વખતે કહ્યું કે, હું કેટલીય વખત કઈ ચૂક્યો છું અને આજે ફરીથી કહું છું કે જ્યારે મારૂ મોત થશે ત્યારે જે કંઈ પણ મારું હશે અને જે કંઈ મારી પાસે થોડું બચ્યું છે એ મારા બે સંતાન છે એક દીકરો અને એક દીકરી બંન્નેને અડધું અડધું આપી દઈશું. બંન્નેને બરાબરનો હિસ્સો મળશે. ભલે ગમે તે થાય.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન પોતાનાં બે સંતાનોની ખુબ નજીક છે. તે અવાર નવાર શ્વેતા અને અભિષેક સાથે પોતાની ખાસ પળો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. ૨૦૧૮માં જયા બચ્ચને રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટી તરફથી નામાંકન દાખલ કર્યું હતું. ત્યારે સંપતિનો ઉલ્લેખ પણ કર્યો હતો.
શપથ પત્ર પ્રમાણે બીગ બી અને જયા બચ્ચન પાસે ૪૬૦ કરોડથી પણ વધારે અચલ સંપતિ છે. બંન્નેના કેટલાય દેશોમાં કેટલાય એકાઉન્ટ છે. કપલ પાસે મુંબઈ અને દિલ્હીના અર્બન એરિયામાં કેટલાય બંગલો અને ફ્રાન્સમાં ૩૧૭૫ વર્ગ મીટરમાં ફેલાયેલી રોયલ પ્રોપર્ટી પણ છે. તેની પાસે નોયડા, ભોપાલ, પુણે, અમદાવાદ અને ગાંધીનગરમાં સંપત્તિ મોજુદ છે.