માતાના મૃત્યુ બાદ પિતા 8 વર્ષની બાળકી સાથે કરતો હતો રેપ, પાડોશીઓએ કર્યો ખુલાસો

દેશની રાજધાની દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામમાં એક યુવકની પોતાની 8 વર્ષની દીકરી સાથે ઘણા મહિનાઓ સુધી બળાત્કાર કરવાના મામલામાં ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ધોરણ 4માં ભણતી બાળકીએ જ્યારે પાડોશીઓને આ વિશે વાત કરી તો ખુલાસો થયો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, બાળકી છેલ્લાં કેટલાક દિવસોથી સામાન્ય વ્યવહાર નહોતી કરી રહી, જ્યારે પાડોશીઓ તેને પૂછ્યું તો તેણે યૌન ઉત્પીડન વિશે વાત કરી. ત્યારબાદ પાડોશીઓએ પોલીસને સૂચના આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, બાળકી પોતાના પિતા સાથે પટૌડી ક્ષેત્રમાં રહેતી હતી. તેની માતાના મૃત્યુ બાદ તેના પિતા છેલ્લાં કેટલાક મહિનાઓથી તેનું યૌન ઉત્પીડન કરી રહ્યા હતા.

સાથે જ જણાવ્યું હતું કે, બાળકીએ જણાવ્યું હતું કે તેના પિતા દારૂ પીધા બાદ દરેક રાત્રે તેની સાથે રેપ કરતા હતા. ગત અઠવાડિયે આરોપીએ તેની સાથે બેવાર રેપ કર્યો હતો. બાળકીને ત્યાંથી કાઢીને કાઉન્સિલિંગ સેન્ટરમાં મોકલવામાં આવી છે.

હાલમાં જ આવો જ મામલો ઉત્તર પ્રદેશના નોઈડા જનપદના અટારી ગામમાં સામે આવ્યો હતો. જ્યાં એક 16 વર્ષીય કિશોરીની સાથે તેના સગા કાકાએ ઘણા મહિનાઓ સુધી દુષ્કર્મ કર્યું હતું. ઘટનાની જાણકારી ત્યારે થઈ જ્યારે કિશોરી ગર્ભવતી થઈ હતી. ઘટના અંગે તેની નાનીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.