મહેસાણાના જગવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ખાતે આજે વહેલી સવારે સામુહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરાની યોગનિકેતન સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૧૧ સાધકોએ સવારે પાંચ વાગ્યાથી સડાસાત વાગ્યા સુધી સૂર્યનમસ્કારની સાધના કરી હતી. આ સાધનામાં યોગીઓએ એક જેવો જ ડ્રેસ પહેર્યો હતો. તેમળે પીળા રંગની ટીશર્ટ અને કાળા રંગનું ટ્રેક પહેર્યું હતું.