મહેશ ભટ્ટે ફિલ્મના પ્રિમિયર પર કંગના તરફ ચંપલ ફેંકી હતી: કંગનાની બહેનનો ખુલાસો

ndtv.com

કંગના રનૌત અને આલિયા ભટ્ટ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે કંગનાની બહેન રંગોલી ચાંદેલે બોલિવુડના મશહુર ફિલ્મમેકર મહેશ ભટ્ટ પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. રંગોલી ચાંદેલે મહેશ ભટ્ટના પરિવારને નોન-ઇન્ડિયન્સ ગણાવતાં સોની રાઝદાને પણ પ્રતિક્રિયા આપી છે.કંગનાની બહેન રંગોલીએ મહેશ ભટ્ટ પર આરોપ લગાવ્યો હતો કે કંગનાની મહેશ ભટ્ટ સાથેની ફિલ્મ ‘વો લમ્હેં’ ના પ્રિમિયર પર મહેશ ભટ્ટે કંગના તરફ ચંપલ ફેંકી હતી. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મહેશ ભટ્ટના પત્ની સોની રાઝદાને કંગના પર આરોપ લગાવ્યો હતો કે કંગનાને મહેશ ભટ્ટે પહેલી વખત ફિલ્મમાં મોકો આપ્યો તે જ મહેશ ભટ્ટ પર ખોટા આરોપ મઢી રહી છે.આ ટ્વીટ જો કે તેમને બાદમાં ડીલિટ કરી લીધું હતું પરંતુ રંગોલી ચાંદેલે જવાબ આપતાં કહ્યું હતું કે મારી બહેનને પહેલો મોકો મહેશ ભટ્ટે નહીં પરંતુ અનુરાગ બસુએ આપ્યો હતો. એ ફિલ્મમાં મહેશ ભટ્ટ માત્ર ક્રિએટીવ ડાયરેક્ટર હતા. આ ફિલ્મના પ્રિમિયર વખતે કંગનાને હાંકી કઢાઇ હતી અને આખી રાત કંગના રડી રહી હતી.