મહીસાગર નદી ગાંડીતૂર થતા આણંદ જિલ્‍લાના ૩૬ ગામોને એલર્ટ કરાયા…

તમામ અધિકારીઓની રજા રદ કરી હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે…

આણંદ : મહીસાગર નદી ગાંડીતૂર થતા ઉમરેઠ-આણંદના 6-6 અને બોરસદ-આંકલાવના 12-12 આગમોને એલર્ટ કરી દેવાયા છે. જ્યારે તમામ અધિકારીઓની રજા રદ કરી હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે. કડાણા ડેમની પૂર્ણ સપાટી 125.71 મીટર છે. જ્યારે ડેમમાં 46 હજાર 482 ક્યૂસેક પાણીની આવક થઇ છે.

આણંદ જિલ્લામાં સિઝનનો કુલ 70 ટકા વરસાદ નોંધાયો છે. તો ધારા ગામના નીચાણવાળા વિસ્તારોમાં શેઢી નદીના પાણી ફરી વળતા ધોરા ગામમાંથી 100 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદ થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરની સ્થિતિ સર્જાતા NDRFની ટીમો તૈનાત રાખવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.