મલાઈકા ફરી ટ્રોલર્સના નિશાના પર, તેના જીમ લુકને લઈ અજીબ સવાલ પૂછી રહ્યા છે લોકો

khabarindiatv.com

જાણીતી બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના ફોટાને કારણે વિવાદોમાં આવતી રહે છે. હાલમાં જ મલાઈકાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના કપડાંને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ વાયરલ ફોટામાં તેણે લેગિંસ પહેરી છે જેને જોઈને લોકો અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ ફોટો બાન્દ્રામાં સ્થિત એક જીમની બહારનો છે.કેટલાક યુઝર્સ મલાઈકાને તેના આ કપડાંને લઈને મજાક ઉડાવી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ તેના વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે ટ્રોલર્સને જવાબ આપતા લખ્યું હતું, લોકો તેના કપડાંની પાછળ કેમ પડ્યા છો, આ તેનું જીવન છે તેને તેને તેના પર છોડી દો. તો અન્ય યુઝરે તેના ફિટનેસના વખાણ કર્યા હતા.જણાવી દઈએ કે, પહેલા પણ મલાઈકા પોતાના ફોટાને લઈને ટ્રોલ થઈ ચુકી છે. મલાઈકાએ એકવાર કહ્યું હતું કે, મને તેનાથી કોઈ ફરક નથી પડતો. હાલ મલાઈકાના એક્ટર અર્જુન સાથેના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને તે બંને ટૂંક સમયમાં જ લગ્નગ્રંથિથી જોડાશે તેવા સમાચાર પણ સામે આવ્યા છે.