મર્જરના વિરોધમાં સરકારી બેન્કોની ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે હડતાળ…

પબ્લિક સેક્ટરની બેન્કોના ચાર કર્મચારી યુનિયનોની જાહેરાત…

ન્યુ દિલ્હી,
સરકારે કરેલાં ૧૦ બેંકોના વિલીનીકરણ સામે કર્મચારી સંગઠનો નારાજ થયા છે. તેઓએ ૨ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. જેના કારણે અબજોના વ્યવહારો ઠપ થશે. આ સાથે જ ૨ દિવસની રજા પણ જોડાઈ જતી હોવાના કારણે સતત ૪ દિવસ સુધી બેંકો બંધ રહેશે અને લોકોને મુશ્કેલી પડી શકે છે.
સરાકરે કરેલા ૧૦ બેંકોના વિલીનીકરણને લઈને હવે બેંકિંગ સેક્ટરના ટ્રેડ યૂનિયન વિરોધ પ્રદર્શન કરશે. ૪ ટ્રેડ યૂનિયન સંગઠનોએ ૨૫ સપ્ટેમ્બરની અડધી રાતથી ૨૭ સપ્ટેમ્બરની અડધી રાત સુધી હડતાળનું એલાન કર્યું છે. બેંક કર્મચારીઓની હડતાળના કારણે આ મહિને સતત ૪ દિવસ સુધી બેંકો બંધ રહેશે. ૪ દિવસ સુધી સતત બેંકો બંધ રહેવાના કારણે અબજોના વ્યવહારો ઠપ થશે.
૨૮ સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર અને ૨૯ સપ્ટેમ્બરે રવિવાર છે. આ પછી બેંક કર્મચારીઓએ નવેમ્બરના બીજા અઠવાડિયાથી અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે બેંકિંગ સેક્ટરને બૂસ્ટ આપવા માટે છેલ્લા કેટલાક દિવસોથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એકસાથે ૧૦ બેંકોના વિલીનીકરણનું એલાન કર્યું હતું. આ વિલય બાદ ૪ નવી બેંક અસ્તિત્વમાં આવશે. એટલે કે ૬ બેંકો અન્ય બેંકમાં મર્જ થશે.
સરકારે કુલ ૧૦ બેંકોના વિલીનીકરણનું એલાન કર્યું છે. પહેલી પંજાબ નેશનલ બેંક જેમાં હવે યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક પણ સામેલ થશે. અન્ય વિલયમાં કેનેરા બેંક છે જેમાં સિંડિંકેટ બેંક મર્જ થશે. ત્રીજા વિલયમાં યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંક એક થશે. ચોથા વિલયની વાત કરીએ તો ઈન્ડિયન બેંકમાં ઈલાહાબાદ બેંક સામેલ છે. વિલયની જાહેરાત બાદ હવે દેશમાં ૧૨ઁજીમ્જી બેંક રહેશે. આ પહેલાં ૨૦૧૭માં પબ્લિક સેન્ટરની ૨૭ બેંક હતી.