મમતા બેનર્જી આગબબૂલા : “અમારી સાથે ટકરાશે, તેમના ભૂકેભૂકા થઇ જશે..!”

  • બંગાળમાં કોઈને ગભરાવાની જરૂર નથી, ભાજપ વાળા જલ્દી જ અહીંથી ભાગી જશે

  • ત્યાગનું નામ હિન્દુ અને ઈમાનનું નામ મુસલમાન છે ,જો ડરતે હૈ વો મરતે હૈ, જો લડતે હૈ વો હી કામયાબ હોતે હૈ’ :  મમતા બેનરજી

કોલકાત્તા,
પશ્વિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ ભાજપને ધમકી આપી છે. તેમણે જણાવ્યુ કે, જે અમારી સાથે ટકરાશે તેમને ચૂર-ચૂક કરી દેવામાં આવશે. મમતા બેનર્જીએ આ પ્રકારનું નિવેદન કોલકત્તામાં આયોજિત ઈદના એક કાર્યક્રમમાં આપ્યુ.
તેમણે જણાવ્યુ કે, ઈદ નવી સવાર લઈને આવી છે. આપણને કોઈ રોકી શકે તેમ નથી. આપણે મજબૂતાઈ સાથે લડવાનુ છે. જે ડરે છે તેનુ મોત થાય છે, જેથી આપણે સાથે મળીને લડાઈ લડવાની છે. અને વિરોધીઓનો મુકબલો કરવાનો છે. સાથે જ તેમણે જણાવ્યુ હતુકે, ત્યાગનું નામ હિંદુ છે, ઈમાનનું નામ મુસલમાન છે, પ્રેમનું નામ માણસ છે અને સિખોનું નામ બલિદાન છે. બંગાળમાં કોઈને ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અમે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ તમામ ધર્મોની રક્ષા કરીશું.
મમતાએ આગળ કહ્યુ હતુકે, ન્યાયાધીશ લાખોવાર ખરાબ ઈચ્છે તો શું છે, જે ખુદાને મંજૂર છે આખરે એજ થાય છે. ક્યારેક જ્યારે સુરજ ઉગે છે, તે તેની કિરણો કઠાર હોય છે, પરંતુ બાદમાં તે દૂર થઈ જાય છે. ડરશો નહી, જેટલી તેજીથી તેઓએ ઈફસ્ ઉપર કબ્જો કર્યો હતો, એટલી જ તેજીથી તેઓ ચાલ્યા પણ જશે.
આપને જણાવી દઇએ કે મમતા બેનર્જી અને ભાજપની વચ્ચે બંગાળમાં જબરદસ્ત ખેંચતાણ ચાલી રહી છે. થોડાંક દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો, તેમાં મમતા શ્રીરામના નારા લગાવનારને ખખડાવતા દેખાય છે. ત્યારબાદ ભાજપે નિર્ણય કર્યો કે પાર્ટીની તરફથી મમતા બેનર્જીને દસ લાખ જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ મોકલીશું.