મમતા બેનર્જીની ભવિષ્યવાણી, ઉત્તર પ્રદેશમાં આ વખતે 17 સીટો પણ નહીં જીતી શકશે BJP

લોકસભા ચૂંટણીને પૂર્ણ થવાની હજી વાર છે, પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ઉત્તર પ્રદેશ માટે એક ભવિષ્યવાણી કરી દીધી છે, જેના દમ પર કેન્દ્રની સત્તા પર આવવાની આશા રાખી રહેલી કોઈપણ પાર્ટી માટે સારું પ્રદર્શન ખૂબ જ આવશ્યક છે. BJPને લઈને મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તે હારી રહી છે અને તેને રાજ્યમાં 80માંથી 17 સીટો પણ નહીં મળશે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને 7થી 8 સીટો મળશે અને માયાવતી તેમજ અખિલેશ સારું પ્રદર્શન કરશે.

2014ની ચૂંટણીમાં BJPએ સૌથી વધુ સીટોવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 70 સીટો પર જીત મેળવી હતી અને તેની સહયોગી પાર્ટીને માત્ર 2 સીટો મળી હતી. જેને કારણે BJPને સરળતાથી લોકસભામાં બહુમત મળી ગઈ. ત્રણ દાયકામાં આ પહેલો એવો અવસર હતો કે જેમાં કોઈ એક પાર્ટીને પૂર્ણ બહુમત મળી હતી.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ક્ષેત્રીય દળોની વચ્ચે સામંજસ્ય ખૂબ છે અને આગળની યોજનાઓ માટે તેમની વાતચીત આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષની ખિચડી સંબોધન કરવા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ખિચડી બનવામાં ખોટું શું છે? તમારી પાસે ચોખા, દાળ અથવા બટાકાનું શાક હોઈ શકે છે, તેને ખિચડીમાં એકસાથે રાખવામાં આવે છે.