મમતાનો PM પર વાર, પહેલા પોતાની ખુરશી બચાવો પછી ધારાસભ્યોને ખરીદવાની વાત કરજો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સેરમપોરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું હતુ કે, 23 મેના રોજ ચૂંટણી પરિણામ આવ્યા બાદ દેશમાં કમળ ખિલશે અને મમતા બેનર્જીની પાર્ટી TMCના 40 ધારાસભ્યો BJPની સાથે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદન પર TMC ચીફ મમતા બેનર્જીએ તીખી પ્રતિક્રિયા આપી છે.

મમતા બેનર્જીએ PM મોદીને પહેલા પોતાની ખુરશી બચાવવાની ત્યારબાદ TMCના ધારાસભ્યોને ખરીદવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, PM મોદીએ અસંવૈધાનિકરીતે લોકોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં તેમણે 40 ધારાસભ્યોને ખરીદવાની વાત કરી હતી. હું તેમને નિવેદન કરીશ કે પહેલા પોતાની ખુરશી બચાવો ત્યારબાદ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરો.

TMCના વડાપ્રધાન મોદીના આ નિવેદન પર ચૂંટણી આયોગે આચારસંહિતા ઉલ્લંઘન થવાની ફરિયાદ કરી છે. પાર્ટીએ માગ કરી છે કે, PM નરેન્દ્ર મોદી પોતાના નિવેદનોને સાબિત કરવા માટે પુરાવા આપે અને જો તેઓ એવું ના કરી શકે તો તેમની ઉમેદવારી રદ્દ કરવામાં આવે.