મમતાની ધમકી..! કહ્યુ પશ્ચિમ બંગાળમાં રહેવુ હશે તો બંગાળી ભાષા બોલવી પડશે…

નવી દિલ્હી,

ડોક્ટરોએ પશ્ચિમ બંગાળમાં શરુ કરેલી હડતાળના કારણે ઘેરાઈ ગયેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે વિપક્ષ પર હુમલો કરતા કહ્યુ હતુ કે, જો બંગાળમાં રહેવુ હશે તો બાંગ્લા ભાષા બોલવી પડશે. હું એવા ગુનેગારોને સહન નહી કરુ જે બાઈક પર ફરીને આતંક ફેલાવી રહ્યા છે.

મમતાએ કહ્યુ હતુ કે, હું પશ્ચિમ બંગાળને ગુજરાત નહીં બનવા દઉં. આપણે બંગાળને આગળ લાવવાનુ છે. હું જ્યારે બીજા રાજ્યોમાં જઉં છુ ત્યારે ત્યાંની ભાષા બોલુ છું અને તમારે પણ બંગાળમાં રહેવુ હશે તો બાંગ્લા ભાષા બોલવી પડશે.

તેમણે ડોક્ટરોની હડતાળ અંગે કહ્યુ હતુ કે, ભાજપ અને વિપક્ષો ડોક્ટરોને ભડકાવીને સમગ્ર મામલાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ડોક્ટરોની હડતાળના કારણે પશ્ચિમ બંગાળમાં આજે ચોથા દિવસે પણ સ્વાસ્થ્ય સેવાઓ ઠપ છે. રાજ્યમાં દર્દીઓને હાલાકી થઈ રહી છે. હાઈકોર્ટે પણ મમતા સરકારને ફટકાર લગાવતા કહ્યુ છે કે, ડોક્ટરો સાથે વાતચીત કરીને સરકારે આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કેમ નહોતો કર્યો? ડોક્ટરોની સુરક્ષા માટે કયા પ્રકારના પગલા લેવામાં આવ્યા છે તેનો જવાબ એક સપ્તાહમાં સરકાર આપે.