મને વિશ્વાસ છે કે નફરત સામે પ્રેમ જીતશેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન કર્યા બાદ જીત કોની થશે તેનો જવાબ આપ્યો છે. રાહુલે ઓરંગજેબ જેલ સ્થત એન. પી. સિનિયર સેકન્ડરી સ્કૂલના પોલિંગ બૂથ પરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મતદાન બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો હુમલો કર્યો છે, રાહુલે મોદી પર નફરતનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને- નરેન્દ્ર મોદી નફરતનો ઉપયોગ કરે છે, અમે પ્રેમનો ઉપયોગ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે પ્રેમની જીત થશે.
રાહુલ ગાંધીએકે, ચૂંટણી ૩-૪ મુદ્દાઓ પર લડવામાં આવી જેમાં જનતાના મુદ્દા છે, કોંગ્રેસના નહીં. તેમણે કે પહેલો મુદ્દો બેરોજગારીનો છે. બીજા મુદ્દો ખેડૂતોની પરેશાનીનો છે. કોંગ્રેસ અધ્યક્ષે  કે ત્રીજા મુદ્દો નોટબંધી છે અને ચોથો ભ્રષ્ટાચાર-રફાલ-અનિલ અંબાણીનો છે.
રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમની કેટલી બેઠકો આવશે તેના જવાબમાં તેમણે  કે, તેઓ તેના પર કશું બોલશે નહીં. કોંગ્રેસ અધ્યક્ષે મીડિયાનો આભાર માનીને  કે ચૂંટણી લગભગ પૂરી થવાના આરે છે અને સારી રીતે જવાબદારી નિભાવી છે.