મંદી ભારતને ચારેય તરફથી ભરડો લઈ લેશે ઃ રથિન રોય

ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી પોતાની સભા અને રેલીઓમાં આર્થિક સફળતાઓનાં ગુણગાન ગાતા અવાર-નવાર જાવા મળતા હોય છે પરંતુ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સદસ્ય રથિન રોયે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા ગંભીર સમસ્યા તરફ આગળ વધી રહી છે. તેમના મત પ્રમાણે ભારત પણ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની જેમ ધીમી ગતિનાં વિકાસશીલ દેશોનાં માર્ગે પહોચી ગયું છે. ચિંતાનો વિષય એ છે કે આમ જ ચાલ્યું તો મંદી ભારત દેશને ચારેય તરફથી ભરડો લઈ લેશે.
રથિન રોયનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે દેશની અર્થવ્યવસ્થા પર અગાઉથી જ પ્રશ્નો ઉદભવી રહ્યા છે. નાણા મંત્રાલયની માર્ચ ૨૦૧૯ની માસિક આર્થિક રિપોર્ટમાં પણ આ વાત કહેવામાં આવી હતી કે ભારતીય અર્થવ્યવસ્થા ૨૦૧૮-૧૯માં થોડી ધીમી પડી ગઈ છે. મંદી માટે જવાબદાર કારણોમાં ખાનગી વપરાશમાં ઘટાડો, નિશ્ચિત રોકાણોમાં નજીવી વૃદ્ધિનો સમાવેશ થાય છે. તેમણે દેશને ચેતવ્યો કે અર્થવ્યવસ્થા પરનું સંકટ વધુ ઉંડુ થતું જાય છે.
રોયે  કે ‘આપણે એક સંરચનાત્મક મંદી તરફ આગળ વધી રહ્યા છે. આ એક પ્રારંભિક ચેતવણી સમાન છે. ૧૯૯૧ પછીથી અર્થવ્યવસ્થા નિકાસનાં આધારે આગળ વધવાની જગ્યાએ ભારતની ૧૦ કરોડની જનતાના વપરાશનાં આધાર પર આગળ વધી રહી છે. દેશના દસ કરોડ નાગરિકો જ ભારતનાં અર્થતંત્રને મજબૂત બનવી શકવા માટે સક્ષમ છે. દુનિયાનાં જે પણ દેશો મધ્મય આવકની જાળમાં ફસાઈ જાય છે તે ભાગ્યે જ આમાંથી બહાર આવી શકે છે.