ભ્રષ્ટાચારીઓ મને રસ્તામાંથી હટાવવા માગે છે મલાઇ ખાવામાં રસ હોય તે ગરીબોની ચિંતા શા માટે કરેઃ મોદી અગાઉ યુપીએ શાસનમાં એક રૂપિયામાંથી ફક્ત ૧૫ પૈસા ગરીબો સુધી પહોંચતા, ભાજપે આવીને ભ્રષ્ટાચાર પર બ્રેક લગાવી

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના સંબલપુરમાં એક સભાને સંબોધિત કરી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. વડાપ્રધાને કÌšં હતું કે, જેમની પ્રાથમિકતા માત્ર મલાઈ ખાવાની હોય તેમને તમારી ચિંતા કેમ હોય? ચિટફંડ અને ખાણ માફિયાઓને જ માત્ર સરકાર સંરક્ષણ આપતી હોય તો તેમને સામાન્ય વ્યÂક્તઓની ચિંતા કેમ હોય? કોલસા કૌભાંડમાં પણ કોની સામે આંગળીઓ ચિંધાઈ હતી તે ઓરિસ્સાની જનતા સારી રીતે જાણે છે.
કોંગ્રેસ પર નિશના તાકતા વડાપ્રધાન મોદીએ કÌšં હતું કે, મહામિલાવટિયાઓની તમારા ચોકીદાર માટેનો સ્નેહ સમજાતો જ નથી. પહેલા તબક્કાના મતદાન બાદ જે સંકેતો સામે આવ્યા છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે, ફરી એકવાર મોદી સરકાર સત્તામાં આવશે, કારણ કે તે એક ઈમાનદાર સરકાર છે.
વડાપ્રધાને કોંગ્રેસને ચાબખાં મારતા કÌšં હતું કે, દેશમાં પૈસાની અછત ક્્યારેય રહી નથી, ખામી રહી છે પૈસાના યોગ્ય ઉપયોગની. અગાઉની સરકારોએ ક્્યારે આ વાત પર ધ્યાનના આપ્યું કે જેટલા પૈસા મોકલવામાં આવી રહ્યાં છે તે તમારી પાસે પહોંચે છે કે કેમ. આઝાદીના આટકા વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો પરંતુ તેને કોઈ રોકવા વાળું જ નહોતુ. પરંતુ હવે ચોકીદારે એવી વ્યવસ્થા કરી છે કે, સરકાર જેટલા પૈસા આપે તે બધા જ ગરીબો માટે જ ખર્ચ થઈ રહ્યાં છે. તમારા આશિર્વાદના કારણે જ ભાજપની મજબુત સરકાર લોક કલ્યાણ અને રાષ્ટÙ કલ્યાણના મોટા મોટા કામો કરી શકે છે. બાકી તમે અગાઉ દિલ્હીમાં મજબૂર ને ભ્રષ્ટ સરકારો જાઈ ચુક્્યા છો.
તેમણે અગાઉની સરકાર પર નિશાન તાકતા કÌšં હતું કે, આ તે સરકારો હતી કે જે તમને મળતી ખાંડમાં પણ કૌભાંડ કરતી હતી. તે એ સરકારો હતી જે તમને મળનારા રેશનમાં કૌભાંડ કરતી હતી. તે એ સરકારો હતી જે ખેડૂતોને મળતા યુરિયામાં ગોબાચારી આચરતી હતીએ. આ એ સરકાર હતી જે જમીનમાંથી નિકળતા ખનીજા અને કોલસામાં પણ કૌભાંડ આચરતી હતી. તેમણે જણાવ્યું હતું કે, અગાઉની ભ્રષ્ટ અને નબળીએ સરકારોનું જ પરિણામ છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ સમૃદ્ધ ઓરિસ્સાની જનતા ગરીબ રહી ગઈ. ક્ષેત્રના આધારે ભેદભાવ, નાત-જાતના આધારે ભેદભાવ, આ બધી કોંગ્રેસ અને બીજેડીની જ દેન છે. જેમની પ્રાથમિકતા જ કટની રહી હોય, મલાઈ ખાવાની રહી હોય, તેમને તમારી શી ચિંતા હોય. ચીટફંડ અને ખાણ માફિયાને જે જા સરકારો સંરક્ષણ પુરૂ પાડે તો સામાન્ય માનવીની ચિંતા કેવી રીતે થાય.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, કોલસાના બ્લોકની ફાળવણીમાં આચરવામાં આવેલા કૌભાંડની આંગળી કોના તરફ ચિંધાઈ તે પણ ઓરિસ્સાના લોકો સારી રીતે જાણે જ છે. જમીન નીચે કુદરતી સંપત્તિ, અહીંના જંગલોની સમૃદ્ધિ ઓરિસ્સાની તાકાત છે. ઓરિસ્સાની આ ખાસિયત જ ભારતને તાકાત આપે છે. પરંતુ આ જંગલમાં રહેનારાઓ સાથે ન્યાય નહીં પણ લૂંટ થઈ. હવે તમારા આ ચોકીદારે વર્ષો જુના ખાણના નિયમો જ બદલી નાખ્યા. એ નક્કી કરવામાં આવ્યું કે અહીંથી જેટલી જ પણ કુદરતી સંપદા નિકળશે તેનો એક નિશ્ચિત ભાગ અહીંના વિકાસમાં ખર્ચ કરવામાં આવશે.
આવાસ યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે કÌšં હતું કે, એ પણ સંકલ્પ છે કે ૨૩મે એ ફરી એકવાર મોદી સરકાર સત્તામાં આવશે તો ગરીબોને ઘરના ઘર આપવામાં વધારે ઝડપ લાવવામાં આવશે. છેલ્લા ૫ વર્ષમાં ઓરિસ્સાના ગામડાઓને લગભગ ૧૨ લાખ કરતા પણ વધારે પાક્કા ઘર મળી ચુક્્યાં છે. ૨૦૨૨ સુધીમાં ઓરિસ્સામાં દરેક ગરીબ, પછાત, વંચિત, આદિવાસી પરિવાર પાસે પોતાનું પાક્કુ મકાન હોય એ લક્ષ્યને લઈને અમે આગળ વધી રહ્યાં છીએ.