ભૂજની ભાગોળે ત્રિપલ અકસ્માતમાં ૧૧ના મોત, ૫ ગંભીર

ટ્રક, બાઈક અને છકડો રીક્ષા વચ્ચે માનકુવા પાસે અકસ્માત સર્જાયો…

ભૂજ,

કચ્છમાં આજે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ૧૧ વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે ૫ વ્યકિતને ગંભીર હાલતમાં ભૂજની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આજે બપોરે ભૂજ નજીક માનકુવા ગામ પાસે ટ્રક, બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક સાથે ૧૧ વ્યકિતના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં ૩ બાળકો ૩ મહીલાઓ અને પ પુરૂષોનો ભોગ લેવાતા અરેરાટી વ્યાપી ગઇ છે. એક સાથે ૧૧ના મોતથી કચ્છમાં  કાળો કલ્પાંત વ્યાપ્યો છે.