ભારત સહિત 50 દેશોનાં લોકોને એક મહિનો ફ્રી વીઝા આપશે શ્રીલંકા…

  • પ્રવાશન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા લેવાયો નિર્ણંય…

  • ઓનલાઈન આગમન અથવા આવેદન કરવા પર ફ્રી વીઝા મળશે…

શ્રીલંકાએ કહ્યુ હતુ કે, તે દેશમાં પર્યટન ઉદ્યોગને વધારવા માટે નવીનતમ પ્રયાસો હેઠળ લગભગ 50 દેશોનાં લોકોના આગમન પર એક મહિનાનો ફ્રી વીઝા આપશે. ઈસ્ટર સંડેનાં થયેલાં હુમલા બાદ ખરાબ રીતે પ્રભાવિત થયેલાં ટુરીઝમ ઉદ્યોગને પાટે ચડાવવા માટેના પ્રયાસ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુમલામાં 263 લોકોના મોત થયા હતા.

પર્યટન મંત્રી જૉન અમારાતુંગાએ કહ્યુ, પર્યટક અથવા વ્યાવસાયિક ઉદ્દેશો માટે આવનારાઓને ઓનલાઈન આગમન અથવા આવેદન કરવા પર ફ્રી વીઝા મળશે. આ નિર્ણય શરૂ કરી દેવામાં આવ્યો છે. અને 6 મહિના સુધી પ્રભાવી રહેશે. તેમણે કહ્યુ હતુ કે, સરકારના આ પગલાથી પર્યટકોનો વધારો થવાની આશા છે. જોકે, તેમણે કહ્યુ હતુ કે, જો આ ફાયદાકારક નીવડશે નહી, તો આ કાર્યક્રમ બંધ કરી દેવામાં આવશે.