ભારત ફરી ટ્રમ્પના નિશાના પર, હવે લગાવ્યો આ આરોપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ભારત સાથે વેપાર સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક નવી કડી જોડી દીધી છે. ટ્રમ્પે કાગળ આયાતને લઇને ભારત પર નિશાન તાક્યું છે. ટ્રમ્પે કહ્યું કે ભારત કાગળ આયાત પર ભારે આાયાત શુલ્ક વસૂલે છે, તેમણે આ સાથે હાર્લે-ડેવિડસન મોટરબાઇકનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે ભારત આ મોટરબાઇક પર 100 ટકા આાયાત શુલ્ક વસૂલે છે, જ્યારે અમે ભારતથી આવતી વસ્તુઓ પર આટલો આાયાત શુલ્ક ક્યારેય લગાડતાં નથી.

Harley-Davidsonનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે આ મુદ્દે વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે. PM મોદી સાથે ફોન પર વાત કરતાં ટ્રમ્પે 100% આયાત શુલ્કને અયોગ્ય ગણાવ્યો છે. ટ્રમ્પ અનુસાર PM મોદીએ વાત કર્યા બાદ આયાત શુલ્ક 50 % કર્યા હતા.

ટ્રમ્પે કહ્યું કે અમે અન્ય દેશો પાસેથી વિદેશી કાગળોના ઉત્પાદન પર 0% આાયાત શુલ્ક લઇએ છીએ. તેમણે ભારત પર આ આરોપ શનિવાર સાંજે એક ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યો હતો. ટ્રમ્પે આાયાત શુલ્કને લગતો આ આરોપ ભારત ઉપરાંત ચીન અને વિયેટનામ પર પણ લગાવ્યો હતો.

આ પહેલા પણ અમેરિકાએ વ્હિસ્કીના આયાત પર ભારત દ્વારા લેવામાં આવતા આયાત શુલ્ક પર નિશાન તાક્યું હતું.