ભારત-કેનેડાના સબંધો વણસ્યા, વિદેશ મંત્રી જયશંકરનો કેનેડા પ્રવાસ રદ…

ન્યુ દિલ્હી : ખેડૂત આંદોલનના કારણે ભારત અને કેનેડા વચ્ચે રાજનાયિક તણાવ વધી રહ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરના એક નિર્ણય બાદ હવે સંકટ વધવાના અણસાર છે. વિદેશ મંત્રીએ એ રણનીતિક મીટિંગાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે જે કોવિડ-૧૯ સાથે જોડાયેલી છે અને જેની આગેવાની કેનેડા કરી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે ભારત કેનેડિયન પીએમ જલ્ટિન ટ્રુડોની એ ટિપ્પણીથી ખાસ્સા નારાજ છે જે ખેડૂત આંદોલન સાથે જોડાયેલી છે.
સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભારતે કેનેડાને એ વાતની માહિતી આપી દીધી છે કે જયશંકર ૭ ડિસેમ્બરે યોજાનાર મીટિંગમાં શામેલ નહિ થાય. ભારતે જયશંકરના નિર્ણયની પાછળ શિડ્યિલિંગ ઈશ્યુઝને જવાબદાર ગણાવ્યા. વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ કેનેડાની સરકારને જણાવવામાં આવ્યુ છે કે જયશંકર ૭ ડિસેમ્બરની મીટિંગમાં શામેલ થવા માટે હાજર નહિ થાય જેનુ આયોજન કેનેડિયન વિદેશ મંત્રી ફ્રેકોઈસ ફિલીપી શેંપેન તરફથી કરવામાં આવી રહ્યુ છે. જયશંકરે આ પહેલા ગયા મહિને થયેલી મિનિસ્ટ્રીયલ કો-ઑર્ડિનેશન ગ્રુપ ઑફ કોવિડ-૧૯૦ (એમસીજીસી)ની વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લીધો હતો.
આનુ આયોજન કેનેડાના વિદેશ મંત્રી તરફથી જ થયુ હતુ. ત્યારે જયશંકર તરફથી એક ફોટો ટિ્‌વટ કરીને લખવામાં આવ્યુ હતુ કે કોવિડ-૧૯ના પડકારોને દૂર કરવા માટે યોજાનાર મીટિંગમાં ભાગ લઈને તેને ખુશી થઈ. ભારતના વિદેશ મંત્રીએ મીટિંગ માટે પોતાના કેનેડિયન સમકક્ષનો આભાર પણ માન્યો હતો.