ભારત અયોગ્ય વ્યાપાર નીતિ અફનાવી રહ્યું છેઃ અમેરિકાનો મોટો આરોપ

ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલબર રાસે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમેરિકાએ કÌšં છે કે, ભારત ‘અયોગ્ય’ વ્યાપાર નીતિ અપનાવી રÌšં છે અને ભારતે પોતાના દેશમાં કામ કરી રહેલી અમેરિકી કંપનીઓના માર્ગમાં આવી રહેલી મુશ્કેલીઓ ઓછી કરવી જાઈએ. ભારત સરકાર આ મુદ્દે ધ્યાન આપશે તેવો રાસે આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.
અમેરિકા ઈચ્છે છે કે, અહીં કામ કરી રહેલી તેમની કંપનીઓ માટે ભારત વ્યાપાર કરવા અને આંકડાઓના સ્થાનિક રૂપે રજુ કરવાના સંદર્ભમાં ઉભી થતી અડચણો દૂર કરે. અમેરિકી વાણિજ્ય મંત્રી (કોમર્સ સેક્રેટરી) વિલબર રાસે  હતું કે, અમે ઈચ્છીએ છીએ કે અહીં કામ કરી રહેલીએ અમેરિકી કંપનીઓ માટે મુશ્કેલીઓ દૂર કરવામાં આવે. આ આંકડાઓને સ્થાનિક રૂપે રજુ કરવાના પ્રતિબંધનો મુદ્દો પણ શામેલ છે. આમ કરવાથી આંકડાઓની સુરક્ષા નબળી પડે છે તથા વ્યાપાર ખર્ચ વધે છે. રાસે ટ્રેડ વિંડ ફોરમ અને ટ્રેડ મિશનને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી.
રાસ ૧૦૦ અમેરિકી બિઝનેસ ડેલીગેટ સાથે ભારત આવ્યા છે. તેમને અહીં  હતું કે, અમે વ્યાપારમાં કેટલીક અડચણો દૂર કરવાને લઈને ભારતની પ્રતિબદ્ધતાના વખાણ કર્યા છે. નવી સરકાર સંભવતઃ જૂન રચાશે અને ત્યાર બાદ સમસ્યાનો ઉકેલ આવે તેવી શકયતા છે. રાસે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ભારત વાહન, મોટરસાઈકલ અને કૃષિ ઉત્પાદનો જેવા સામાનો પર ઉંચી ઈમ્પોર્ટ ડ્યૂટી લગાડે છે.
તેમણે એમ પણ હતું કે, રાષ્ટપતિ ટ્રમ્પેછે કે, વ્યાપારી સંબંધો નિષ્પક્ષત્તા અને પરસ્પર હિતો પર આધારીત હોવા જાઈએ. પરંતુ હાલ ભારતમાં અમેરિકી કંપનીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં ડ્યુટી અને ટેક્ષનો સમાવેશ થાય છે. સાથે જ અનેક એવી ગતિવિધિઓ અને નિયમન છે જે વિદેશી કંપનીએઓ માટે નુંકશાનકાર છે. તેમણે હતું કે, ભારતમાં સરેરાશ ડ્યુટી ૧૩.૮ ટકા છે જે દુનિયાનીએ કોઈ પણ મોટી અર્થવ્યવસ્થા કરતા સૌથી વધારે છે.