ભારત અને ફ્રાન્સના નૌકાદળે સમુદ્રમાં સબમરિનથી યુદ્ધાભ્યાસ કર્યો

ભારત અને ફ્રાન્સની વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી નેવલ પ્રેÂક્ટસ વરુણ પોતાના અંતિમ દોરમાં છે. ૫૯ હજાર કરોડ રૂપિયાના રાફેલ સોદાને લઇને ચાલી રહેલા રાજકીય વિવાદની વચ્ચે કર્ણાટકની પાસે પિગેઓન દ્વિપ સમુહ પર આ યુદ્ધાભ્યાસ પોતાની સંપુર્ણ ક્ષમતા સાથે ચાલી રહ્યો છે. ભારત અને ફ્રાન્સની નેવી મરિન આ ડ્રીલના તમામ પાસાનું પરિક્ષણ કરી રહી છે. તેમાં સબમરિનને નષ્ટ કરવાની ક્ષમતા પર ખાસ ધ્યાન આપવામાં આવી  છે જે હિન્દ મહાસાગરમાં ચીનના વધતા પડકારોને પહોંચી વળવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
ભારત તરફથી આઇએનએસ વિક્રમાદિત્ય અને મિગ-૨૯કે ફાઇટરની સાથે એફએનએસ ચાર્લ ડિ ગુએલની સાથે રાફેલ-એમ નૌકાદળ જેટ અને બીજા યુદ્ધ ઉપકરણોનો પ્રયોગ અભ્યાસ દરમિયાન કરવામાં આવી રહ્યો છે. આ એક ઉચ્ચ સ્તરીય નૌસૈનિક અભ્યાસ છે. નૌકાદળે જણાવ્યું કે, તેમાં ગ્રુપ ઓપરેશનની સાથે એન્ટી સબમરિન યુદ્ધ રણનીતિઓનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ અને અમેરિકાની સાથે સૈન્ય સહયોગ વધારવા પાછળ ભારતની ચીનને સાધવાની પણ યોજના છે. ફ્રાન્સનું એક નૌકાદળ સ્ટેશન યુએઇના અબુ ધાબીમાં પણ છે. તેની સાથે જ દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં પણ પોતાનું નૌકાદળ સ્ટેશન સ્થાપિત કરવામાં આવે છે. અમેરિકા અને ફ્રાન્સની સાથે ભારતની રાજકીય ભાગીદારીનું ડિપ્લોમેટિક લક્ષ્ય પણ છે. હિન્દ મહાસાગરમાં ચીનની વધતી દખલને અટકાવવા માટે ભારત પોતાની સ્થતિ મજબૂત કરી  છે.