ભારતીય સેના PM મોદીની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે અડધી ચૂંટણી પૂરી થઇ ચૂકી છે અને હવે એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં ખેડૂત, રોજહાર અને PM નો ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા છે અને લોકસભા ચૂંટણીના પહેલા ચાર તબક્કામાં જ સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે BJP ચૂંટણી હારી રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ રોજગાર અને રાફેલને લઇને પણ પોતાની વાત પ્રેસ કોન્ફરન્સમાં રાખી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની સામે સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. PM મોદીએ અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. દેશ PM મોદીને પૂછી રહ્યું છે કે બે કરોડ રોજગારની વાત કરી હતી પરંતુ આજે દેશ 45 વર્ષની સૌથી ખરાબ હાલત સહન કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઇક અંગ પણ PM મોદીની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે સેના PM મોદીની ખાનગી સંપત્તિ નથી, તેઓ વિચારે છે કે સેના તેમની સંપત્તિ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે , સેનાની સ્ટ્રાઇકને વીડિયો ગેમ બતાવીને PM મોદી દેશની સેનાને બદનામ કરી રહ્યાં છે, સેના કોઇ એક વ્યક્તિની નથી પરંતુ આખાં દેશની હોય છે.

રાફેલ પર માફી માગવા બાબતે રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં સુપ્રીમ કોર્ટની માફી માગી છે પરંતુ ચોકીદાર ચોર છે એ વાત સત્ય છે અને તેથી હું PM મોદી અને BJP પાસે માફી નથી માગી.