ભારતીય સેના વધુ મજબૂત બનશેઃ ૪૬૪ ટી-૯૦ ભીષ્મ ટેન્ક સામેલ થશે

ભારતીય સેનાના બેડામાં વધુ ૪૬૪ ટી-૯૦ ‘ભીષ્મ’ ટેન્ક શામેલ થશે. ભારત સરકારે આ માટે રશિયા સાથે ૧૩,૪૪૮ કરોડ રૂપિયાનો સોદો કર્યો છે. આ ટેન્ક ૨૦૨૨-૨૦૨૬ સુધી સેનાને મળી જશે. ભારતીય સેના આ ટેન્કને પાકિસ્તાનની સરહદે તૈનાત કરશે. પાકિસ્તાન પણ રશિયા સાથે આવી ૩૬૦ ટેન્ક ખરીદવાના મામલે ચર્ચા કરી રÌšં છે. આ નવા ટી-૯૦ ટેન્ક અપગ્રેડેડ હશે અને તેને ભારતમાં જ બનાવવામાં આવશે. રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે આ ટેન્ક માટે એક મહિના પહેલા જ રશિયા પાસેથી અધિગ્રહણ લાયસન્સને મંજૂરી મળી ગઈ છે. ૪૬૪ ટી-૯૦ ટેન્કના ઉત્પાદન માટે માંગ પત્ર (ઈન્ડેન્ટ) ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ અંતર્ગત ચેન્નાઈના અવાડી હેવી વેહિકલ ફેક્ટ્રીમાં થશે.
સેનાની ૬૭ રેજિમેન્ટમાં પહેલેથી જ ૧૦૭૦ ટી-૯૦ ટેન્ક, ૧૨૪ અર્જુન અને ૨૪૦૦ જૂના ટી-૭૨ ટેન્ક મોજૂદ છે. શરૂઆતમાં ૬૫૬ ટી-૯૦ ટેન્ક ૨૦૦૧માં રૂ. ૮૫૨૫ કરોડમાં રશિયાથી આયાત કરાયા હતા. અન્ય ૧૦૦૦ ટેન્કના લાયસન્સ બાદ ૐફહ્લએ તેને રશિયન કિટથી તૈયાર કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ‘બાકીના ૪૬૪ ટેન્ક માટે ઈન્ડેન્ટમાં થોડું મોડુ થઈ ગયું છે. આ નવા ટેન્ક આખી રાત લડવાની ક્ષમતા ધરાવે છે. એક વાર આ પ્રક્રિયા પૂરી થયા બાદ ૬૪ ટેન્કની ડિલીવરીમાં ૩૦-૪૧ મહિના લાગી જાય છે.’ આ પગલુ ત્યારે ભરાઈ રÌšં છે જ્યારે ભારતની ૧૩ લાખ સૈનિકોની મજબૂત સેના યુદ્ધ લડવા માટે મશીનરીને ફરી તૈયાર કરી રહી છે.
સૂત્રએ જણાવ્યું કે પાકિસ્તાનની યોજના પોતાની સંપૂર્ણ મેકેનાઈઝ્ડ ફોર્સને અપગ્રેડ કરવાની છે. તેમાં યૂક્રેનના ટી-૮૦ યુડીના ૫૦થી વધુ રેજિમેન્ટ અને ચીનના ટેન્કનો સમાવેશ થાય છે. તે રશિયાના ટી-૯૦ ટેન્ક મેળવીને ચીન સાથે મળીને તેને સ્વદેશી રૂપમાં બનાવવા માંગે છે.