ભારતમાં સરકાર બદલાશે તો પણ દ્ધિપક્ષીય સંબંધોમાં કોઇ બદલાવ નહિ આવે

thenypost.com

ઈઝરાયલના રાજદૂત રાન મલ્કાએ હતું કે, ભારત અને ઈઝરાયલની વચ્ચે સહયોગ ઝડપથી વધી રહ્યો છે અને સરકારમાં બદલાવ થાય તો પણ દ્વિપક્ષીય સંબંધો પર કોઈ અશર નહીં પડશે. તેમણે  હતું કે, બંને દેશોની વચ્ચે રણનીતિક સંબંધ, મૂલ્યો અને દ્રષ્ટકોણ પર આધારિત છે અને આવનારા વર્ષોમાં બંને દેશોની વચ્ચે સહયોગ હજુ વધશે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન ઈઝરાયલી રાજદૂતને પૂછવામાં આવ્યું હતું કે, જા રાજગ ગઠબંધન લોકસભા ચૂંટણીમાં સત્તા જાળવી રાખવામાં નિષ્ફળ નીવડશે તો દ્વિપક્ષીય સંબંધો પર કોઈ અસર પડશે. તેમણે હતું કે, મને કોઈ કારણ નથી દેખાતું કે તેને શા માટે બદલવું જાઈએ. આ બંને દેશો વચ્ચેના સંબંધો છે. આ સંબંધો વધી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે, સત્તામાં કોણ છે તેનાંથી કોઈ ફરક નથી પડતો. તેમણે વધુમાંહતું કે, બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, ગત વર્ષે દિવાળી પર ભારતને ઈઝરાયલી વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ ભારતીયોનું ધ્યાન પોતાની તરફ ખેંચતા વિશેષ અને અનોખી વધારણી આપી હતી. તેમણે ભારતવાસીઓની સાથોસાથ વિશેષરૂપે પોતાના મિત્ર વડાપ્રધાન મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ, ખાસ વાત એ હતી કે, તે ઉલ્લેખ માત્ર અંગ્રેજીમાં જ કરવામાં નહોતો આવ્યો, પરંતુ ભારતની રાજભાષા હિન્દીમાં પણ કરવામાં આવ્યો હતો. ઈઝરાયલી વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂની આ ટ્‌વટનો વડાપ્રધાન મોદી પણ અનોખા અંદાજમાં જવાબ આપ્યો હતો.