ભારતમાં મુસલમાનો અને ઉત્તરપૂર્વના લોકોની સાથે ભેદભાવ થાય છે : શશી થરુર

લાહોર થિંક ફેસ્ટિવલમાં બોલ્યા કોંગ્રેસ નેતા

શું પાકિસ્તાનથી કોંગ્રેસ ચૂંટણી લડવા માંગે છે? : ભાજપ લાલઘૂમ

લાહોર : પાકિસ્તાનના મંચ પરથી શશી થરૂરના વિવાદાસ્પદ અને ભારતને બદનામ કરનાર નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું કે થરૂર પાકિસ્તાનમાં ભારતને બદનામ કરવાની કોશિષ કરવા માંગે છે. શું કોંગ્રેસ પારિસ્તાનમાં ચૂંટણી લડવા માંગે છે? તેમણે કહ્યું હતું કે શશી થરૂરે ભારતને મજાક બનાવી છે અને ભારતને એક ખરાબ પરિદ્રષ્યથી દેખાડવાની કોશિષ કરી છે.
આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના મંચ પરથી કહ્યું હતું કે ભારતમાં મુસલમાનો અને ઉત્તર-પૂર્વના લોકોની સાથે ભેદભાવ થાય છે. લાહોર થિંક ફેસ્ટિવલમાં વર્ચ્યુઅલ સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતમાં એક બીજાથી ડરનો માહોલ છે. ચીની જેવા દેખાતા લોકોની સાથે ભેદભાવ થાય છે. તેમણે તબલીગી જમાતનો પક્ષ લેતા કહ્યું કે કોરોનાના સમયમાં મુસલમાનોને પરેશાન કર્યા. સાથો સાથ કહ્યું મોદી સરકાર કોરોના વાયરસના મેનેજમેન્ટમાં નિષ્ફળ ગઇ છે, તેના કરતાં તો પાકિસ્તાને સારું કર્યું છે.
તેમના નિવેદન પર ભાજપ નેતા સંબિત પાત્રા એ કહ્યું કે બીજો કોઇ દેશ ભારત જેવો લોકતાંત્રિક નથી. અહીં બધા માટે ચિંતાની વાત છે. થરૂરે પાકિસ્તાની મીડિયા સામે ભારત વિશે ખરાબ કહ્યું. પાત્રાએ કહ્યું કે હિન્દુસ્તાનનો એક સાંસદ આવું નિવેદન પણ આપી શકે છે. તેમણે કહ્યું કે તબલીગી જમાતને લઇ કેવા પ્રકારનો પક્ષપાત હિન્દુસ્તાનની સરકાર કરી રહી છે અને મુસલમાનોની વિરૂદ્ધ કટ્ટરતા દેખાડી રહી છે. શશી થરૂર આ વાત પાકિસ્તાન જઇ બોલી રહ્યા છે.
પાત્રાએ કહ્યું કે તેમણે કયારેય પાકિસ્તાનને પૂછવાની હિંમત કરી છે કે પાકિસ્તાન કંઇ બાજુ લઘુમતીઓ પર અત્યાચાર કરે છે અને કટ્ટરતા દેખાડે છે. દરરોજ ખબર પડે છે કે ત્યાં હિન્દુ, ઇસાઇઓ અને શિખોની સાથે શું થઇ રહ્યું છે. ત્યાં કોઇ લઘુમતીનું અપહરણ, રેપ અને હત્યા સામાન્ય વાત થઇ ગઇ છે. આખરે આ લોકો શું ઇચ્છે છે? શું પાકિસ્તાનથી કોંગ્રેસ ચૂંટણી લડવા માંગે છે?
સંબિત પાત્રા બોલ્યા કોવિડને લઇ આખું વિશ્વ જોઇ રહ્યું છે કે હિન્દુસ્તાનને નરેન્દ્ર મોદીજી એ કેવી રીતે સુરક્ષિત રાખ્યું, સમયસર લોકડાઉન થયું, કેવી રીતે ૮૦ કરોડ લોકોને ખાદ્યાન્ન પહોંચાડવાનું કામ કર્યું અને આગળ છઠ્ઠ પૂજા સુધી ચાલતું રહેશે.