ભારતના દુશ્મનોની હવે ખેર નથી, ઇસરો લોન્ચ કરશે રિસૈટ-૨મ્ઇ૧ સેટલાઇટ

ભારતની સુરક્ષા હવે વધુ મજબૂત બનશે. દુશ્મનોની પણ હવે ખેર નહીં રહે. દેશની અવકાશી સંસ્થા ઇસરો ૨૨ મેના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી નવીનતમ રડાર ઇમેજિંગ સેટેલાઇટ રિસૈટ-૨બીઆર૧ લોન્ચ કરશે. રિસૈટ-૨ બીઆર૧ ગત રિસૈટ-સીરીઝ ઉપગ્રહની તુલનામાં અધિક શÂક્તશાળી છે. આ ઉપગ્રહ દેખાવની દૃÂષ્ટએ જૂના ઉપગ્રહ જેવો જ છે પરંતુ તેની તકનિક ખૂબજ અલગ અને વિશિષ્ટ છે.
આ નવા ઉપગ્રહમાં દેશના ખતરાથી બચાવવા માટે તેની ઇમેજિંગ ક્ષમતાઓ અને નજર રાખવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવાઇ છે. આ ઉપગ્રહ દિવસ-રાત ઉપરાંત દરેક સીઝનમાં નજર રાખવાની ક્ષમતા ધરાવે છે. તે ઉપરાંત રડાર વાદળો હોવા છતાં પણ કામ કરી શકે છે અને ૧ મીટરના રિઝોલ્યુશન સુધી ઝુમ કરી શકે છે.
આ સેટેલાઇટ ધરતી પર રહેલી કોઇ ઇમારત કે અન્ય કોઇ વસ્તુની પ્રતિદિન ત્રણવાર ઇમેજ લઇ શકે છે. આ જ વિશિષ્ટતાને કારણે પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં આતંકીઓના લોન્ચપેડ પર તેમજ આતંકી ઠેકાણાઓની ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં સફળતા મળશે. તેનાથી દરેક પ્રકારના હવામાનની આગોતરી જાણ થતી હોવાથી ભારતીય સુરક્ષાદળોને પણ કોઇ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.
તે ઉપરાંત ભારતીય સીમાઓ પર કોઇપણ પ્રકારના આતંકી ખતરાને પણ આસાનીથી આગોતરી જાણ થઇ શકશે. જેથી દેશની સુરક્ષા અને સલામતી પણ જળવાઇ રહેશે. તે ઉપરાંત સમુદ્રમાં તૈનાત શત્ર્šઓના જહાજ, હિંદ મહાસાગરમાં ચીનની નૌ સેનાના યુદ્વજહાજ અને અરબ સાગરમાં પાકિસ્તાની યુદ્વજહાજ પર પણ નજર રાખી શકાશે. જૂના રિસેટ સેટેલાઇટથી લેવાયેલી તસવીરોનો ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઇકમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ સેટેલાઇઠ ૫૩૬ કિ.મીની ઉંચાઇથી સપ્તાહના બધા જ દિવસોમાં ૨૪ કલાક ભારતીય સીમાઓ પર મોનિટરિંગ કરે છે અને સુરક્ષા એજન્સીઓને ઘૂષણખોરો પર બાજ નજર રાખવામાં મદદરૂપ બને છે.