ભારતના આસામ તથા બિહારના પૂર પીડિતોની વહારે અમેરિકન્સ ઇન્ડિયા ટીમ…

ભારે વરસાદ તથા પુર પ્રકોપ વચ્ચે ફેલાતા રોગચાળાને નાથવા આરોગ્ય સેવાઓ આપશે…

યુ.એસ. : ભારતના આસામ તથા બિહારમાં ભારે વરસાદ અને પૂર પ્રકોપથી ફેલાઇ રહેલા રોગચાળાને નાથવા અમેરિકન્સ ઇન્ડિયાના ઉપક્રમે સ્થાનિક હેલ્થ કેર ઓર્ગેનાઇઝેશન્શના સહકાર સાથે તબીબી સારવાર માટે ટીમ મોકલવાનું આયોજન કરાયું છે.

૨૯ જુલાઇથી અમલી બનાવાયેલા આ પ્લાન મુજબ અમેરિકાથી આવેલ ટીમ આસામ તથા બિહારના પૂરપીડિતોને આરોગ્ય સારવાર આપશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

– Nilesh Patel