ભાજપ પોતાના બળે ૨૭૧ બેઠકો જીતે તો બહુ સારુ કહેવાયઃ રામ માધવ

કેન્દ્રમાં સત્તાધારી બીજેપી પાર્ટીના વરિષ્ઠ નેતા રામ મધવનું કહેવું છે કે ‘આ લોકસભાની ચૂંટણીમાં ભાજપા બહુમતથી દૂર રહી શકે છે.’ રામ માધવનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ખુદ બીજેપીના રાષ્ટય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રના મંત્રી અરુણ જેટલી જેવા નેતાઓ એવો દાવો કરી રહ્યા છે કે, બીજેપી પોતાના બળે બહુમત મેળવશે.
ભાજપાના વરિષ્ઠ નેતાના આવા નિવેદનથી આ ચૂંટણીમાં ગઠબંધનનો મુદ્દો પ્રથમ વખત ઉઠ્યો છે. બ્લૂમબર્ગને આપેલા ઇન્ટરવ્યૂમાં રામ મધાવે  કે, “જા અમે પોતાના બળે ૨૭૧ બેઠક મેળવી લઈશું તો બહું સારું કહેવાશે. જાકે, એનડીએને પૂર્ણ બહુમત મળશે.
રામ માધવે “બીજેપીના ઉત્તર ભારતના એ રાજ્યમાં નુકસાન સહન કરવું પડી શકે છે, જ્યાં ૨૦૧૪માં રેકોર્ડ જીત મળી હતી. જ્યારે બીજી તરફ પૂર્વોત્તરના રાજ્યો અને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે.
તેમણે કે જા અમે સત્તામાં પરત આવીશું તો વિકાસની નીતિઓને આગળ ધપાવીશું. પાકિસ્તાનના મુદ્દા પર રામ મધાવે જણાવ્યું કે, ‘તેમણે આતંકવાદ સામેની લડાઈમાં ઇમાનદારી બતાવવી જાઇએ. હું આવું એટલા માટે કહી રહ્યો છું, કારણ કે લોકસભા ચૂંટણી પરિણામના ત્રણ અઠવાડિયામાં જ જીર્ઝ્રં(સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન)ની સમિટ છે. આ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને વડાપ્રધાન મોદી સામ સામે હશે. પાકિસ્તાન પાસે આ સારી તક છે. જા તે એક મહિનામાં કોઈ કડક કાર્યવાહી કરે છે તો બંને દેશ વચ્ચે સંબંધો સુધરવાનો અંદાજ છે.