ભાજપ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન : ગોરી-ગોરી કાશ્મીરી છોકરીઓ સાથે લગ્ન કરી શકીશું…

આર્ટિકલ-૩૭૦ અંગે ભાજપ ધારાસભ્ય વિક્રમ સૈનીનું વિવાદાસ્પદ નિવેદન…

મુઝફ્ફરનગર,
પોતાના વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેનારા ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ આર્ટિકલ ૩૭૦ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સૈની આર્ટિકલ ૩૭૦ અંગે મોદી સરકારના નિર્ણય અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, દેશના મુસ્લિમોને તો ખૂશી થવી જોઇએ કે તેઓ હવે કોઇપણ ભય વગર ગોરી-ગોરી કાશ્મીરી છોકરીઓ સાથે લગ્ન કરી શકે છે. એટલું જ નહીં તેમણે એમ પણ જણાવ્યું કે, ભાજપના કુંવારા નેતા પણ હવે કાશ્મીર જઇને ત્યાં પ્લોટ ખરીદી શકશે અને લગ્ન કરી શકશે.
મુઝફ્ફરનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યએ આર્ટિકલ ૩૭૦ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મોદીજીએ આપણા તમામના સપના સાકાર કર્યા છે. ભાજપના પણ જે કુંવારા નેતા છે તેઓ હવે કાશ્મીર જઇને લગ્ન કરી શકે છે અમને કોઇ વાંધો નથી. ભાજપના મુસ્લિમ કાર્યકર્તાઓને તો ખૂશી થવી જોઇએ કે તેઓ હવે ધોળી કાશ્મીરી છોકરીઓ સાથે લગ્ન કરી શકે છે.
નરેન્દ્ર મોદી સરકારે સોમવારે ઐતિહાસિક નિર્ણય લેતા આર્ટિકલ ૩૭૦ને નાબૂદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.