ભાજપા મંત્રીએ બીભત્સ માંગણી કરી હોવાની યુવતીની ફરિયાદથી હાહાકાર

ડિસાનાં ગેનાજી ગોળિયાનાં ડેપ્યુટી સરપંચ સામે યુવતીએ એકાંતનાં સ્થળે લઇ જઇને બીભત્સ માંગણી કરવાની ફરિયાદ નોંધાઇ છે. હાલ આ મામલામાં સ્થાનિક પોસીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગેનાજી ગોળીયાના ડેપ્યુટી સરપંચ મહેશ માળી સામે ફરિયાદ નોંધાઇ છે. સરપંચે કોલેજમાં સુપરવાઈઝર તરીકે રહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પહેલા મિત્રતા કેળવીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીએ સરપંચ પર આરોપ લગાવ્યો છે કે તે યુવતીને એકાંત સ્થળે લઈ જઈને બીભત્સ માંગણીઓ કરતો હતો. જા તેની માંગણીઓ યુવતી ન માને તો બંન્નેની સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવાની ધમકીઓ આપતો હતો. ચૂંટણીનાં માહોલ દરમિયાન ભાજપનાં ડેપ્યુટી સરપંચ સામે ફરિયાદ નોંધાતા રાજકારણ પણ ગરમાયું છે.
થોડા દિવસો પહેલા અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની એક યુવતીને ફેસબુકની ફ્રેન્ડશિપ બાદ પ્રેમ કરવો મોંઘો સાબિત થયો છે. યુવતીએ ચોટીલાના યુવક સાથે પ્રેમ કર્યા બાદ તે પરિણીત હોવાની જાણ થઇ હતી, જેથી યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાખી અન્ય જગ્યાએ સગાઇ કરી લીધી હતી. યુવતીની પાછળ પડેલા યુવકને જાણ થતાં તેણે ફેસબુક પર ફોટા અપલોડ કરવાની ધમકી આપી યુવતીને સગાઇ તોડી નાખવા દબાણ કર્યું હતું. યુવક ધમકી આપવા લાગ્યો કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું કોઇની સાથે તારૂં લગ્ન નહીં થવા દઉં.