ભાજપની હાર નક્કી,મોદીજી માત્ર વાતો કરે છેઃ પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યા બાદ એવો દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે સત્તા પરથી ફેંકાઈ જશે. પ્રિયંકાએ એમનાં પતિ રોબર્ટ વાડ્રાની સાથે મધ્ય દિલ્હીમાં લોધી એસ્ટેટ વિસ્તારમાં સરદાર પટેલ વિદ્યાલય ખાતે જઈને મતદાન કર્યું હતું.
બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કÌšં કે દેશના, ખાસ કરીને ઉત્તર પ્રદેશનાં નાગરિકો ભાજપની સરકારથી નારાજ છે. સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ ચૂંટણી હારી રહ્યો છે. મને આશા છે કે દિલ્હીમાં પણ પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવશે.
પ્રિયંકાએ કÌšં કે અમે સામાન્ય જનતાને માઠી અસર કરતા પ્રશ્નો ઉઠાવ્યા છે જ્યારે મોદીજી મહ¥વ ન હોય એવી વાતો કર્યા કરે છે. લોકોને રૂ. ૧૫-૧૫ લાખ આપવાના વચન વિશે મોદી કંઈ જવાબ આપતા નથી. દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપવાનું અને કિસાનોની આવક વિશે પણ ભાજપે વચનો આપ્યા હતા. રાહુલજીએ આવા પ્રશ્નો પર જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્્યો હતો તો એમાં પણ મોદીજીએ કોઈ જવાબ આપ્યો નથી.