ભાજપની નવી નિતીના પગલે કોંગ્રેસ ઉત્સાહિત બની : આણંદ પાલિકા હસ્તે કરવા કમર કસી..!

114
પ્રદેશ પ્રમુખની સત્તાવાર જાહેરાતના પગલે પાલિકામાં દાવેદારની આશા પર પાણી…!
પ્રદેશ ભાજપ પ્રમુખની નીતિના પગલે જીલ્લા, તાલુકાના જંગમાં અવઢવની સ્થિતી…?

આણંદ : ભાજપના દુભાયેલ પડદા પાછળ ખેલ રચે ની શકયતા, પૃદેશ ભાજપ પૃમુખ દ્વારા આગામી જંગ ના પગલે ઉમેદવાર મુદ્દે નવી નિતી ઉભી કરતા આણંદ પાલિકા જંગ માટેના દાવેદારો માં કહી ખુશી કહી ગમ નો માહોલ સજૉવા પામ્યો છે. ત્યારે બે દાયકા બાદ પુનઃ કોનગરેસ માં સત્તા હસ્તગત કરવા થનગનાટ ઉભો થવા પામ્યો છે. વિધાનસભા જંગ માં વિપક્ષ ના ઉમેદવાર ને જીતાડવા શાસકીય નેતાઓ એ તે સમયે રચેલા પડદા પાછળ ના ખેલ નુ પુનરાવર્તન પાલિકા જંગ માં નવી નિતી ના કારણે દુભાયેલ નેતાઓ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા બનવા પામે નુ જાણવા મળેલ છે.

મળતી માહિતી અનુસાર બે દાયકા પૂર્વ આણંદ પાલિકા માં શકુની ના રચાયેલ રાજકીય ખેલ ના કારણે ભાજપે સત્તા મેળવી હતી. જે સતત બે દાયકા સુધી આજ પયૅત યથાવત રહેવા પામી હતી. જોકે ૨૦૧૫ ના પાલિકા જંગ માં ભાજપે નજીવી સરસાઈ થી સત્તા મેળવી હતી. પરંતુ ગતરોજના પૃદેશ ભાજપ પૃમુખ દ્વારા ઉમેદવાર પસંદગી મુદ્દે નવી રણનીતિ રચતા આણંદ પાલિકા જંગ માં ટિકિટ મેળવવા માગતા કેટલાય નેતાઓના પગ નીચે થી ધરતી સરકી જવા પામી છે જેના પગલે કોનગરેસ માં પુનઃ સત્તા મેળવવા થનગનાટ ઉભો થવા પામ્યા નુ જાણવા મળેલ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભા ચૂંટણીમાં આણંદ બેઠક પર વિપક્ષ ને જીતાડવા કેટલાક શાસકીય નેતાઓ એ પડદા પાછળ ખેલ રચયા હતા તેનું પુનરાવર્તન પાલિકા જંગ માં ભાજપની નવી નીતિ ના કારણે દુભાયેલ નેતાઓ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહ્યા નુ જાણવા મળેલ છે.

જો કે ભાજપ આ પૃકારનો દુભાયેલ નેતાઓ પૃવૃતી હાથ ધરે તેવી આશંકા જોતાં પાણી પહેલાં પાળ બાધવામા આવી હોય તેમ એસીબી નો ખેલ રચી નાક દબાવવા નો પૃયાસ કરવામાં આવ્યો હોવાનુ પક્ષના અંતરંગ વતૃળ માં થી જાણવા મળેલ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ ના નિર્ણય ના પગલે આણંદ પાલિકા માથી અગીયાર જેટલા નેતાઓ ના પતા કપાવવાના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. તો બીજી બાજુ હજુ પણ પાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના હાથમાં થી સત્તા સરકી જવા ના પામે તેવા સવાલ ઉઠવા પામી રહ્યા હોય નીતિ માં બદલાવ કરવામાં આવે તેવી સંભાવના ના પગલે દુભાયેલ નેતાઓ આશાવંત હોવાનું જાણવા મળેલ છે.

  • Himanshu Pandya