ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો…

15

દિલ્હી એઇમ્સ હોસ્પિટલમાં કોરોના રસી લીધી…

ન્યુ દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીએ મંગળવારે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. એલ કે અડવાણીએ દિલ્હી એઈમ્સમાં જઈને કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે. તેઓ પેન્ટ અને શર્ટ તેમજ મોં પર માસ્ક પહેરીને એઈમ્સ પહોંચ્યા હતા. કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે. ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને હાલ કોરોના રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગંભીર બીમારી ધરાવતા ૪૫થી વધુ ઉંમરની વ્યક્તિઓનું પણ કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
વેક્સીનેશન કાર્યક્રમના બીજા તબક્કાના પ્રારંભે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૌપ્રથમ એઈમ્સમાં પહોંચીને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારબાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઓડિશાના સીએમ નવીન પટનાયક સહિતના લોકોએ કોરોનાની રસી લીધી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ૩ માર્ચના દિલ્હી સ્થિત આર્મીની આરઆર હોસ્પિટલમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યરાબ પ્રથમ મહિલા સવિતા કોવિંદે પણ ગઈકાલે આર્મીની હોસ્પિટલમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો.