ભાજપના રીટાબેન પટેલે કાયદાકીય પ્રણાલી વિના મેયર પદ સંભાળતા વિપક્ષ દ્વારા હોબાળો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ નું કોકડું ગૂંચાયું હતું. કેસ કોર્ટમાં ચાલતો હતો ત્યારે કોર્ટે સ્ટે હટાવી લીધા બાદ ભાજપ દ્વારા રીટાબેન પટેલ ને મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા અને રીટાબેન પટેલ દવારા સોમવારે સવારે ચાર્જ સાંભાળવા આવ્યા ત્યારે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસનું કહેવુ છે કે ખાલી કોર્ટ દ્વારા સ્ટે જ હટાવામાં આવ્યો છે અને સભાસદ પણ બોલાવવામાં આવી નથી કે નથી ગાંધીનગર મ્યુ.કમિશ્નર દ્વારા હુકમ પણ કરવામાં આવ્યો નથી.
પાટીદારોના વોટ મેળવવા માટે કાયદાની પરવા કર્યા વિના મેયર પદનો ચાર્જ ભાજપ દ્વારા આપી દેવામાં આવ્યો છે તો કઈ રીતે રીટા પટેલ મેયર ચાર્જ સાંભળી શકે. સખત વિરોધ બાદ પણ રીટાબેન દવારા ચાર્જ તો સંભાળી લીધો છે ત્યારે નવા મેયર તરીકે રીટાબેન જણાવ્યું કે કોંગ્રેસ નું કામ વિરોધ કરવાનું છે અને એ કરશે. અત્યારે હું દબાણ મુદ્દે તેમજ શહેરીજનોના પાણી મુદ્દે પ્રથમ કાર્યવાહી કરીશ. હવે જાવાનું રÌšં કે રીટા પટેલ નું મેયર પદ ફરી હાઇકોર્ટ માં જશે ?