ભાજપના કાર્યકરોએ ગુલાબ અને ગુલાલ ઉડાડી જીતની ઉજવણી કરી…

12

પાલિકા-પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર…

અમદાવાદ : જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ ૮૪૭૪ બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેથી વહેલી સવારથી મત ગણતરી સ્થળો પર અધિકારીઓ અને રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. મંગળવારે ૨૦૨૧ની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે જનતા કોને પંચાયતોનો તાજ પહેરાવશે તે અંગે લગભગ બપોર સુધીમાં નિર્ણય થઈ જાય એવી શક્યતા છે. તેવામાં લુણાવાડાના ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન કરતા પહેલા શ્રીફળ વધેરીને શરૂઆત કરી હતી. લુણાવાડાની સાયન્સ કોલેજમાં મતગણતરી કેન્દ્ર ખાતે પહેલી વાર આ પ્રકારે શ્રીફળ વધેરીને મત ગણતરી પ્રક્રિયાની શરૂઆત કરાઈ હતી. તો બીજી બાજુ મોડાસામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉજવણી કરવાની શરૂઆત કરી દીધી છે.
ચૂંટણી અધિકારીઓ અને મત ગણતરીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ વહેલી સવારથી મતગણતરી સ્થળે હાજર રહ્યા હતા. જેમાં ચૂંટણી અધિકારીએ શ્રીફળ વધેરી ભગવાનનું નામ લઈને આજના મહત્તવના દિવસે મતગણતરીની કામગીરી વિના વિઘ્ને પાર પડે તેવી પ્રાર્થના કરી હતા. સ્ટાફના કર્મચારીઓનો આગ્રહ હતો કે ગણતરીની શુભ કાર્યવાહી પહેલા ભગવાનને પ્રાર્થના કરવામાં આવે. જેને લઈને શરૂઆતમાં અહીંયા શ્રીફળ વધેરવામાં આવ્યું અને ભગવાન ગણેશજીના મંત્રના જાપ કરીને મત ગણતરી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી.