ભજ્જીનો ઘટસ્ફોટઃ વોટ્‌સન લોહીથી લથપથ થયો, છતાં બેટિંગ ચાલુ રાખી

ઇÂન્ડયન પ્રીમિયર લીગની ફાઇનલમાં મુંબઇ ઇન્ડયન્સની સામે ચેન્નાઇ સુપર કિંગ્સ ત્યાં સુધી જીતતી દેખાય રહી હતી, જ્યાં સુધી મેદાન પર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ઓલરાઉન્ડર શેન વોટસન હતો. તે રન આઉટ થયા બાદ મુંબઇ ઇન્ડયન્સે વાપસી કરી અને એક રનથી મુકાબલો અને ખિતાબ જીતી લીધો. શેન વોટ્‌સનની આ શાનદાર ઇનિંગ્સને લઇ એક ખુલાસો થયો છે.
મેચમાં તેઓ એક રન ચોરવા જતા ઘૂંટણેથી ઘાયલ થઇ ગયા હતા અને તેમનો પગ લોહીથી લથબથ થયો. તસવીરમાં તમે સ્પષ્ટ જાઇ શકો છો. તેમ છતાંય તેમણે ૫૯ બોલમાં ૮ ચોગ્ગા અને ૪ સિક્સરની મદદથી ૮૦ રનોની ઇનિંગ્સ રમતા મુંબઇ ઇન્ડયન્સ ચિંતામાં મૂકાય ગઇ હતી.
મેચ પૂરી થયા બાદ તેમને ઘૂંટણમાં ૬ ટાંકા આવ્યા. તેનો ખુલાસો સીએસકેના દિગ્ગજ સ્પનર હરભજન સિંહે કર્યો. તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેન વોટસનને ઇજા થયેલી તસવીર શેર કરી. સોશ્યલ મીડિયામાં લખ્યું – શું તમને તેમના ઘૂંટણ પર લોહી દેખાઇ  છે. મેચ બાદ તેમને ૬ ટાંકા આવ્યા છે. તેમને આ ઇજા રન દોડવા દરમ્યાન ડાઇવ મારતા થઇ હતી, પરંતુ તેમણે કોઇને પણ કહ્યા વગર બેટિંગ ચાલુ રાખી. ભજ્જી દ્વારા રજૂ કરાયેલ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.