પાંચમા તબક્કાના મતદાન બાદ હવે ચૂંટણી તેના છેલ્લાં બે તબક્કાના મતદાન તરફ વધી રહી છે. રાજકીય નિવેદનોમાં એક બાદ એક એવા નિવેદનો થઈ રહ્યા છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એક બાજુ વડાપ્રધાન મોદીએ ચૂંટણી રેલીમાં રાજીવ ગાંધીના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ કહી રહી છે. મૃત વ્યક્તના નામનો રાજકારણમાં શા માટે ઉપયોગ કરવો જાઈએ. ત્યારે ભાજપના રાષ્ટય અધ્યક્ષ અમિત શાહે પશ્વિમ બંગાળના મદીનાપુરમાં જનસભા સંબોધી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા. અમિત શાહે કે, મમતા બેનર્જી કહે છે કે, હું નરેન્દ્ર મોદીને પીએમ માનતી નથી. તમારા માનવાથી કઈ થવાનું નથી.
મમતા રાજ્યમાં લોકોને જય શ્રીરામ નથી બોલવા દેતી, જે ચોંકાવનારું છે કે ભારતમાં રામનું નામ નહીં લેવામાં આવે તો શું પાકિસ્તાનમાં જયશ્રી રામ બોલીશું. ભગવાન રામ દેશની સંસ્કૃતિનો ભાગ છે, તેમનું નામ લેવાથી કોઈ જ રોકી ન શકે.
મમતા દીદી તમે વધુ પાંચ વર્ષની તૈયારી કરી રાખો. કેમ કે, નરેન્દ્ર મોદી ફરીવાર દેશના પીએમ બનવા જઈ રહ્યા છે. દીદીને દેશના બંધારણ પર વિશ્વાસ નથી એટલે આ પ્રકારનું નિવેદન તેઓ આપી રહ્યા છે. અમિત શાહે દીદીને સવાલ કર્યો કે, જય શ્રીરામના નારા ભારતમાં નહીં લાગે તો પાકિસ્તાનમાં લાગશે?. દીદી પશ્વિમ બંગાળમાં જય શ્રીરામના નારા લગાવનારને જેલમા પુરે છે. રેલીમાં અમિત શાહે જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા. અમિત શાહે વધુમાં કÌš કે, મમતા દીદી બંગાળમાં ઘુસણખોરી કરાવે છે. ત્યારે અમારી સરકાર ફરીવાર સત્તામાં આવશે એટલે ભારતમાં ઘુસણખોરી કરનારને દેશમાંથી બહાર કરશે.