બ્લુટુથ ગેજેટસનો ઉપયોગ કરતા હો તો રહેજો સાવધ, તમારા ડેટાની ચોરી થઈ શકે છે…

બ્લુટુથથી હેકીંગનો એક નવા અભ્યાસમાં પર્દાફાશ…

નવી દિલ્હી : હાલના દિવસોમાં ફિટનેસ ટ્રેડર, સ્માર્ટ વોચ, સ્માર્ટ સ્પીકર અને સ્માર્ટ હોમ જેવા ગેજેટસ ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે ત્યારે એક નવો ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો છે કે આ બધા ડિવાઈસ (સાધન) હેક થવાનો વધુ ખતરો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે લો એનર્જી બ્લુટુથ ડિવાઈસ હેક થવાની વધારે આશંકા રહે છે. કોમ્પ્યુટર એન્ડ કોમ્યુનિકેશન્સ એન્ડ સિકયોરિટીમાં ચાલી રહેલી એક કોન્ફરન્સમાં આ વિગત બહાર આવી છે.
અભ્યાસમાં જણાવાયું છે કે કોઈ મોબાઈલ એપથી જયારે ડિવાઈસને બ્લુટુથ દ્વારા પે ચૂકવણી કરવામાં આવે છે ત્યારે ડિવાઈસ હેક થવાનો ખતરો રહે છે ત્યારબાદ ડિવાઈસ જયારે ઓપરેટ કરવામાં આવે છે ત્યારે પણ તેના હેક થવાનો ખતરો વધી જાય છે.
અભ્યાસમાં એ પણ જણાવાયું છે કે બ્લુટુથથી કનેકટ થનાર સ્માર્ટ ડિવાઈસનો હેક થવાનો ઘણો ડર રહે છે.
યુઝર્સના ડેટાનો ગેરઉપયોગ અગાઉ પણ થતો રહ્યો છે, આ પહેલા એવી પણ ખબરો આવી હતી કે સ્ટ્રીમીંગ સર્વિસનો વધારે ઉપયોગ પણ આપની પ્રાઈવસીને ખતરામાં નાખી શકે છે. તાજેતરમાં જ રિસર્ચમાં એ બાબત બહાર આવી છે કે અનેકવાર યુઝર્સ પોતાની માહિતી છુપાવાની કોશીશ કરે છે તેમ છતાં યુઝર્સની પરમીશન વિના તેમના ડેટા કલેકટ કરીને ફેસબુક, ગુગલ, નેટ ફલીકસ જેવી કંપનીઓ સાથે શેર કરવામાં આવે છે.